તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુકરમુંડામાં કોરોના સામે જનજાગૃતિ રેલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિઝર | કોરોના વાયરસના લીધે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ ફેલાયેલું છે. લોકોને કોરોના વાયરસની સામે તકેદારી, સલામતી અને સાવચેતી માટે સાવધાન રહેવા માટે કુકરમુંડા તાલુકાના કેવડામોઇ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં આજરોજ સરપંચ અને ગામના યુવાનો દ્વારા લોકોને સાવચેતી રાખવા અંગે માહિતી આપવામાં હતી. મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકાના કેવડામોઈ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ સુનંદાબેન દિનેશભાઈ વળવીની આગેવની હેઠળ યુવાનોએ કોરોના વાયરસ સામે તકેદારી, સલામતી અને સાવચેતી માટેની જનજાગૃતિ અભિયાન રેલી કાઢી હતી. ગૃપ ગ્રામ પંચાયતમા સમાવિષ્ઠ ગામો જેવા કે, પાણીબારા, કેવડામોંઈ, રણાઇંચી અને મેણપુર ગામોમાં ઘરે ઘેર જઈને કોરોના વાયરસથી સાવધાન રહેવા માટે લોકોને કોરોના વાયરસની દહેશતથી પોતાના ગામમાં આરોગ્યથી સાવચેતી કેવી રીતે રાખવી તે બાબતે પત્રિકાનું વિતરણ કરી લોકોનો સંપર્ક કરી યોગ્ય માર્ગદશૅન પૂરું પાડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...