તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં 173 આંગણવાડી કાર્યકરો માટે તાલીમ યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR),નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં કાર્યરત છે. સદર કેન્દ્ર અને સંકલિત બાળ વિકાસ યોજના વ્યારા-2 ના સંયુકત ઉપક્રમે ડોલવણ તથા વ્યારા તાલુકાની આંગણવાડી કાર્યકરો માટે ઈન- સર્વિસ તાલીમ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય મહિલાઓ તથા કિશોરીઓમાં પાંડુરોગ અટકાવવા માટેનો હતો. કારણ કે ભારત સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાને ઈનોવેશન પ્રોજેક્ટ “Anemia prevention in pregnant and Adolescent girls through the use of iron utensils and promotion of kitchen garden” આઈ.સી.ડી.એસ. શાખાને ફાળવાયો છ,. જેને અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા આંગણવાડી કાર્યકરોને ટેક્નીકલ તાલીમ એમ ચાર દિવસની અલગ અલગ બેચમાં આપવામાં આવી હતી. સદર ઈન-સર્વિસ તાલિમમાં કુલ 173 આંગણવાડી કાર્યકરોએ ઉમંગભેર ભાગ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક આરતીબેન સોનીએ આંગણવાડી કાર્યકરોને પાંડુરોગ,તેના ચિહ્નો,પાંડુરોગ થવાના કારણો, પ્રકાર, સારવાર અને તેને અટકાવવા માટે ખોરાકમાં લેવાતા જરૂરી ખાધ્યપદાર્થો વિષે સવિસ્તાર માહિતી આપી હતી. વધુમાં તેમણે સિકલસેલ એનીમિયા પ્રકારવારસામાં મળવાનાં કારણો તેમજ સમાજમાં સિકલસેલ એનીમિયાને અટકાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત, ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનીંગનું મહત્વ અને ન.કૃ.યુ. નું આદર્શ કિચન ગાર્ડન મોડલ વિશે ટેકનીકલ માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત તાલિમાર્થીઓને આ તાલીમ થકી ગ્રામ્ય કક્ષાએ મહિલાઓ, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રીમાતા, કિશોરીઓને ‘પાંડુરોગ તથા ન્યુટ્રીશનલ કિચન ગાર્ડન’ વિશે વધુમાં વધુ માહિતી આપવા પર ભાર મુકયો હતો. સદર તાલીમ દરમિયાન જિલ્લા આયુર્વેદિક ઓફિસર ડૉ. જયશ્રીબેન ચૌધરી તથા આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડૉ.અંકિતાબેન ગામીતએ તાલીમાર્થીઓને વિવિધ આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગ થકી પાંડુરોગ અટકાવવા માટેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તાલીમ શરૂ થતાં પૂર્વે અને તાલીમ પૂર્ણ થયા બાદ આંગણવાડી કાર્યકરોને પ્રશ્નોતરી આપી સર્વેનું આરતીબહેન સોની દ્વ્રારા મુલ્યાંકન કર્યું હતું. તેમણે સર્વ તાલિમાર્થીઓને આ તાલીમ થકી જે ટેકનીકલ માહિતી મેળવી છે તે તેઓના ગામની મહિલાઓને માર્ગદર્શન આપી દરેકને જાગૃત કરવા સૂચન કર્યુ હતું. કાર્યક્ર્મનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના સહયોગથી ધનુબેન, બાળવિકાસ યોજના અધિકારી, વ્યારા, ઘટક-2 એ કર્યુ હતું.

_photocaption_વ્યારા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આંગણવાડી વર્કરને તાલીમ આપવામાં આવી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો