તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરપાડામાં પોલીસ ભરતી માટે તાલીમ વર્ગોનો શુભારંભ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલના સંજોગોને જોતાં સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મેળવવા માટે ધણા ઉમેદવારો/ વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારમાંથી પ્રયત્નશીલ હોય છે. તેઓ પોતાના કૌશલ્ય અને ક્ષમતા અનુસાર સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરે છે. પરંતુ પદ્ધતિસરનું માર્ગદર્શન અને માળખાકીય સુવિધાઓના અભાવના લીધે તેઓ પરીક્ષામાં સફળ થતા નથી. જે માટે ઉમરપાડાની સરકારી વિનયન કોલેજમાં “સાબાસ” સંત બનાદાસ સેવા સંધ/ટ્રસ્ટ ઉમરપાડાના આયોજન અને ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાની મુખ્ય મહેમાન તથા સભારંભના મુખ્ય ઉદ્દધાટકની ઉપસ્થિતિમાં PSI/પોલીસ કોન્સટેબલના તાલીમ વર્ગોનું માનદ હસ્તે શુભ આરંભ કર્યું. જે કાર્યક્રમમાં ૩૦૦ તાલીમાર્થીઓની ઉપસ્થિતિ અને આજ રોજ તારીખ ૧૩/૦૧/૨૦૨૦ થી બે માસ પોલીસ તાલીમ વર્ગોંનું આયોજન હાથ ધરેલ છે. તો સંસ્થા તરફથી તાલીમાર્થીઓને અનુભવી ટ્રેનરો દ્ધારા માર્ગદર્શન અને વીકલી પરીક્ષા સાથે દરેક વિષયનું જ્ઞાન આપવામાં આવશે.

આ તાલીમ વર્ગોં માટે મંત્રી પોતાના અગંત માર્ગદર્શન અને રસ લઈ આ વિસ્તારના શિક્ષિત યુવક-યુવતી માટે તાલીમ વર્ગોનું આયોજન કરેલ છે. જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગંભીર વસાવા, જી.સં.મંત્રી રાજુ વસાવા, તા. સં. પ્રમુખ વાલજી વસાવા, જી.પં. સદસ્ય ઇંદુબેન વસાવા, ઉમરપાડા સરપંચ શ્રીમતી રમિલાબેન પ્રકાશભાઈ, મામલદાર બી.સી. ગામીત, TDO ગરાસિયા, PSI કે.ડી.ભરવાડ, તા.શિ.સંના પ્રમુખ રામસિંગભાઈ વસાવા, કોલેજના પ્રિન્સિપાલ ડો.રાકેશભાઈ ચૌધરી, સ્પીપાના ટ્રેનર રાહુલ આહીર, એક્શન યુવા ગૃપ નવીવસાહતના વિજય વસાવા અને “સાબાસ” સંસ્થાના ડાયરેકટરશ્રી જયંતભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો