તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરીયાણા નજીક ટ્રેલરે બાઇકને ટક્કર મારતાં બાળક સહિત 4ને ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરીયાણા જંગલખાતાની નર્સરી નજીક લાંબા ટ્રક ટ્રેલરે બાઇકને અડફેટમાં લેતા ઉમરપાડાના રામપુરા ગામના અેક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. બાઇક સવાર પરિવાર ચિકલોટા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવી રહયો હતો.

નેત્રંગ-વાલિયા રોડ પર ગતરોજ મોરીયાણા ગામ નજીક સુરત જિલ્લાના શામપુરા ગામનો એક યુવાન તેની પત્ની સાસુ અને ચાર મહિનાના નાના બાળકને લઈ તેના સગા સાથે બાઇક પર નેત્રંગ તાલુકાના ચીકલોટા ગામે લગ્નમાં આવવા નીકળ્યા હતા. નેત્રંગથી આગળ મોરિયાણા ગામ પહેલા જંગલ ખાતાની નર્સરી સામે તેની મોટર સાયકલ આગળ ચાલતા ટ્રક ટેલરના ડ્રાયવરે બાજુ અચાનક વણાંક લઈ લેતા સાઈડ સિગ્નલ નહીં બતાવી પાછળથી આવતી બાઇકને ટક્કર મારી દેતા બાઈક ફંગોળાઈ ગઈ હતી. જેમાં એક નાનું બાળક પણ હાથમાં તેડેલુ હોય તે દૂર જમીન પર ફંગોળાઇ ગયું હતું .અને આ બાળકના નાની માતા અને પિતા રોડ પર પટકાયા હોય જેઓને ગંભીર ઇજા થતા તાત્કાલિક અકસ્માત સ્થળ પરથી અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં બાળકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મોરીયાણા જંગલખાતાની નર્સરી નજીક ટ્રેલરે બાઇકને અડફેટમાં લેતા નાના બાળક સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી. તસવીર - અતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો