તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mahuva News Traffic Jam 2 Hours After The Tree Collapses On The State Highway Near Puna Village 065540

પુના ગામ પાસે સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશય થતાં 2 કલાક ટ્રાફિકજામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર પુના ગામની સીમમાં વહેલી સવારે એક મહાકાય વૃક્ષ ધરસાયી થતા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જોકે ત્યારબાદ વનવિભાગની ટીમે સ્થાનિક ગ્રામજનોની મદદ લઈ સ્ટેટ હાઈવે પરથી વૃક્ષ દૂર કરી ટ્રાફિક ખુલ્લો કરતા વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો.સદનસીબે આ ધરસાયી થયેલ તોતિંગ વૃક્ષને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના પુના ગામે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે ની બાજુમા આવેલ તોતિંગ લીંમડાના વૃક્ષમાં બુધવાર રાત્રી દરમિયાન આગ લાગી હતી. જે આગ અંગે સ્થાનિક ગ્રામજનોએ વનવિભાગને જાણ કરવા છતા વનવિભાગની ટીમે કોઈ ગંભીરતા ન દાખવતા વહેલી સવારે આ લીંમડાના વૃક્ષનો એક ભાગ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ધરસાયી થતા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો હતો. અને સ્ટેટ હાઈવે ની બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. કલાકો સુધી ચક્કાજામ રહેતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ચક્કાજામને લઈ નોકરિયાત વર્ગોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ત્યારબાદ વનવિભાગની ટીમ અને સ્થાનિક ગ્રામજનો માર્ગ પરથી વૃક્ષ દૂર કરવાની કામગીરીમા મંડી પડ્યા હતા અને બે કલાક બાદ માર્ગ પર થી મહાકાય સાધનની મદદથી વૃક્ષ દૂર કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.સદનસીબે આ વૃક્ષ ધરાશાયી થયુ તે સમયે કોઈ વાહન ત્યાંથી પસાર ન થતા મોટી જાનહાનિ ટળી હતી જેને લઈ તંત્રએ રાહતનો દમ લીધો હતો.

પુના ગામ પાસે સ્ટેટ હાઇવે પર રોડની વચ્ચે ધરાશાયી થયેલું તોતિંગ વૃક્ષ.

વાહનોની લાંબી કતાર લાગી
મહાકાય વૃક્ષ ધરાસાયી થતા માર્ગની બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.જેને લઈ ઘણા વાહનચાલકો બુટવાડા રહી લાંબો ફેરાવો લઈ નીકળી ગયા હતા તો ઘણા વાહનચાલકો ટ્રાફિકમા ફસાઈ રહ્યા હતા.બે કલાકની જહેમત બાદ સ્થાનિક ગ્રામજનો અને વનવિભાગની ટીમે જેસીબી જેવા મહાકાય સાધનની મદદ લઈ વૃક્ષ દૂર કરી સ્ટેટ હાઈવે ખુલ્લો કર્યો હતો. સ્નેહલભાઈ પટેલ, સરપંચ,પુના

અન્ય સમાચારો પણ છે...