તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપી જિલ્લાના 1869 પોલીસ કર્મીઓ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૩મી એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસના ૫૬૭, જીઆરડીના ૯૭૬ અને હોમગાર્ડના ૩૨૬ જવાનો મળી કુલ ૧૮૬૯ મતદારો આજ રોજ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરશે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટે ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિભાગના પોલીસકર્મીઓ માટે મીટીંગ હોલ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, વ્યારા તથા ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના પોલીસકર્મીઓ માટે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ અને મામલતદાર કચેરીનો મીટીંગ હોલ, નિઝર ખાતે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા દરેક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદારોમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ચૂંટણીના દિવસે ફરજ બજાવનાર કર્મચારી,અધિકારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરાઇ રહી છે. ૧૫મી, એપ્રિલે તાપી જિલ્લાના આ ત્રણ સ્થળોએ મતદાન કુટિર બનાવવામાં આવશે અને વિધાનસભા વિસ્તાર મુજબ બેલેટ પેપર ઇસ્યુ કરીને મતદાન કરવામાં આવશે. દરેક મતદારે બેલેટ પેપરથી મતદાન કરી મતપેટીમાં મત નાંખવાનો રહેશે. મતદાન પૂર્ણ થયે મતપેટીને સીલ કરી જે તે સંસદીય બેઠકના સ્ટ્રોંગ રૂમમાં મોકલી અપાશે.

અન્ય સમાચારો પણ છે...