મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા ધોલાઈ બંદરનો વિકાસ કરવો જરૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ગુજરાતની દરિયાઈ પટ્ટીમાંથી માછલીઓ નવસારી જિલ્લાના ધોલાઈ બંદરે લાવીને મુંબઈના બજારોમાં સરળતાથી લઈ જવાય તે માટે ધોલાઈ બંદરનો જાન્યુઆરી 2005માં પ્રારંભ કરાયો હતો. ગુજરાતના માછીમારોને મુંબઈનું વિશાળ બજાર મળી રહે તેવા શુભ આશયથી પ્રારંભાયેલા આ ધોલાઈ બંદરનો વધુ વિકાસ થવો જોઈએ. બંદર પર સાગરખેડૂઓ, વેપારીઓ, પરિવહનની વધુ આર્થિક સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ તેવી લાગણી પ્રવર્તે છે.

ગુજરાતમાં મત્સ્યોદ્યોગને વેગવાન બનાવવા 17 જાન્યુઆરી 2005ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધોલાઈ બંદરનું લોકાર્પણ કરાયું ત્યારે આ બંદરને ઝડપથી વિકસાવી સુવિધા પ્રદાન કરાનાર હોવાનું જણાવાયું હતું.જેના આધારે ધોલાઈ બંદરે સૌરાષ્ટ્રના દરિયાઈ ખેડૂઓ અત્રે માછલી વેચવા મોટા પ્રમાણમાં આવવા આકર્ષાયા હતા પરંતુ આ બંદર બન્યા બાદ વિકાસ ન થતા એમાંથી મહદઅંશે પરત ફરી ગયા હોવાથી ધોલાઈ બંદરે વેપાર ઝડપથી ઘટી રહ્યાનું સાગરખેડૂઓ-વેપારીઓ જણાવી રહ્યા છે.

આ ઉપરાંત બોટ જ્યારે સફરી જતી હોય છે ત્યારે તેમાં પાંચસો લિટર પીવાનું ..અનુ. પાના નં. 2

ધોલાઈ બંદરે વેપાર ઝડપથી ઘટી રહ્યાનું ખેડૂતો અને વેપારીઓ કહે છે.

સબસિડીમાં સરકારા બેવડા ધારાધોરણ
સરકાર સાગરખેડૂઓને ડીઝલ પર સબસિડી આપે છે પરંતુ તેના બેવડા ધોરણો છે. વેરાવળમાં જો ડીઝલ પુરાવાય તો તે ડીઝલના બીલમાંથી સ્થળ પર જ બાદ મળે છે. જ્યારે અત્રે ડીઝલ પુરાવાય તો પ્રથમ પૂરા રૂપિયા ચૂકવવા પડે છે. બાદમાં લાંબી વહીવટી પ્રક્રિયા બાદ મળતા હોવાથી સૌરાષ્ટ્રની બોટ અત્રે ઓછી આવે છે. મુકેશભાઈ ટંડેલ, માલવણ

અન્ય સમાચારો પણ છે...