તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્તમાન સમયમાં બાળકો ઉપર થતા ગુના અને શોષણને રોકવા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વર્તમાન સમયમાં બાળકો ઉપર થતા ગુના અને શોષણને રોકવા માટે તેમના જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે બાળ સંરક્ષણ એકમ દ્વારા દમણની 62 આંગણવાડીના 1362 બાળકોને ગુડ અને બેડ ટચની જાણકારી આપવામાં આવી હતી.

દમણ કલેકટર અને સમાજ કલ્યાણ વિભાગના સચિવ ડો. રાકેશ મિન્હાસ અને ઉપ સચિવ અંકિતા મિશ્રાના માર્ગદર્શનમાં દમણમાં આવેલી તમામ આંગણવાડીમાં બાળ સંરક્ષણ એકમના કાર્યકરો જઇને બાળકોને જાતિય શોષણથી બચવા માટે ગુડ અને બેડ ટચની જાણકારી આપી હતી. બાળ સંરક્ષણ સમિતિના પ્રોગામ મેનેજર સંજીવ પંડ્યાના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળ સંરક્ષણ એકમના અધિકારી અનિતા માહ્યાવંશીએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં બાળકોને સાથે જોડાયેલા ગુનામાં વધારો થયો છે. બાળ અપરાધને રોકવા માટે દમણની દરેક આંગણવાડીમાં જઇને બાળકોને ગુડ અને બેડ ટચની જાણકારી અને બંને વચ્ચેનો તફાવત અંગે માહિતી અપાઇ હતી. દમણની 62 આંગણવાડીના દોઢ હજારથી વધુ બાળકોને આ વિશે જાણકારી આપવામાં આવી હતી સાથે જ બાળકો સાથે જોડાયેલી હેલ્પ લાઇન નંબર 1098 વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. જો કોઇ જાણીતી કે અજાણી વ્યક્તિ તમને ખોટી રીતે સ્પર્શ કરે તો કેવી રીતે સુરક્ષા કરવી અને વાલી અથવા માતા પિતાને આ વાત જણાવવી એ વિશે જાણકારી આપી હતી. આંગણવાડી પછી હવે દમણની દરેક શાળામાં આ અભિયાન ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો