ટીટોડીએ આ વર્ષે મહિનો પહેલા ઈંડા મુકતા ભરપુર વરસાદ થવાના એંધાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાના જમાનામાં કોઈ આધુનિક ટેકનોલોજી, કે સાધનો ન હતા, શાસ્ત્રોમાં, પુરાણોમાં જણાવાયું છે કે, તે સમયે ધરતી પુત્રો પશુ પક્ષીઓ ઓનાં વર્તન, હાવભાવ દ્વારા દૂરંદેશી દિર્ઘદ્રષ્ટીથી આવનારા દિવસોમાં ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હતાં. ડોલવણ તાલુકાના બહેડા રાયપુરા ગામના ખેતરમાં આ વર્ષે ટીટોડીએ એક મહિના પહેલા 4 ઇંડા મુકતા આ વર્ષે ચોમાસું વહેલું બેસવાના અને સારો વરસાદ થવાના એંધાણ મળ્યા છે.એવું એક અનુમાન ટિટોડીએ ઈંડા મુકતા કહી શકાય. મુખ્યત્વે ચોમાસું કેવું રહેશે એ બાબત ઇંડા કેવી રીતે મુકે એના પરથી પણ કહી શકાય. ટિટોડી દર વર્ષે વૈશાખ મહિનાના અંતે ઇંડા મુકતી હોય છે, ત્યારે આ વખતે એક મહિના વહેલા મુકતાં સારો વરસાદ પડશે. વરસાદ પારંપરાગત મુજબ માન્યતાના વિજ્ઞાન પ્રમાણે ટિંટોડી ચાર ઇંડાં મુકે તો સમપ્રમાણમાં વરસાદ રહે છે જયારે ઉંચાઈ એ ઇંડા મુકેતો વ્યાપક પ્રમાણમાં વરસાદ થાય અને ઈંડા વહેલા મુકતા ચોમાસું વહેલું બેસી જાય એવી લોકમાન્યતા છે. બહેડા રાયપુરના ખેતરમાં મુકેલા ઇંડા જોતા એમ લાગી રહ્યું છે કે ગત વર્ષની સરખામણીમાં આ ચોમાસુ સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...