તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિલકવાડાના ભાદરવામાં ભક્તોનાં સંઘ આવવાના શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાનાં ભાદરવાદેવ સ્થિત ભાથીજી મંદિર ખાતે યોજાતા પરંપરાગત મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તથા અન્ય વિસ્તારના શ્રધ્ધાળુઓ-ભકતો દર્શનાર્થે વિશાળ સંખ્યામાં આવે છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આયોજનનાં ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરે બેઠકનું આયોજન કરી અધિકારીઓને સૂચના આપી હતી. ખાસ કરીને શ્રધ્ધાળુઓને કોઇ પણ જાતની તકલીફ પડે નહિ તેની ખાસ કાળજી રાખવા તાદીક કરી હતી.

નર્મદા જિલ્લામાં આવેલા તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે પરંપરાગત મેળાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી પંથકનાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેવા માટે સંઘ લઈને આવે છે. અહીં ભાથીજીનું મંદિર આવેલું હોવાથી ઘોડા ચઢાવવાની પરંપરા ચાલી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી શ્રદ્ધાળુઓ પદયાત્રા યોજી ઘોડાની પ્રતિકૃતી સાથે માનતા લઈને આવે છે. હાલ કેટલાંક સંઘો મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે.

ભાદરવા ખાતે આવતા શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર જિલ્લા વહીવટી તંત્રએ પણ સજ્જતા દાખવી છે. નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે રાજપીપળા ખાતે મેળા સંદર્ભે બેઠક યોજાયી હતી. જેમાં સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો અને જવાબદારી સુપેરે નિભાવવા ખાસ અનુરોધ કર્યો હતો.

ભાદરવા દેવના મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક વ્યવસ્થા, દર્શનાર્થીઓ માટે પીવાના સ્વચ્છ પાણી, સ્ટોલ્સ ફાળવણી, સતત વીજ પુરવઠો, જાહેર સુખાકારી અને આરોગ્યને લગતી સુવિધાઓ ઉભી કરવા, વધારાની એસ.ટી.બસના રૂટની સુવિધા તેમજ એસ.ટી.બસો તેમજ ખાનગી વાહનો માટે પાર્કિગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા, અગ્નિશામક યંત્ર, ક્રેન વ્યવસ્થા, સેનીટેશનની વ્યવસ્થા, મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જાળવણી માટેની જરૂરી સફાઇ કામગીરીની વ્યવસ્થા, મેળાના સંચાલન માટે એકજીકયુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂંક વગેરે જેવી બાબતો અંગે બાબતો અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી અને સંબંધિતોને વિશેષ કાળજી રાખી આ તમામ સુવિધાઓ સુનિશ્ચત કરી લેવા અધિક નિવાસી કલેક્ટરે ખાસ ભાર મૂકયો હતો.

નર્મદા જિલ્લાનાં ભાદરવા ખાતે યોજાતા ભાતીગળ મેળાને લઈને જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી. પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...