સોનગઢ તાલુકામાં સસ્તા ભાવે ટીવી, ફ્રિજ વગેરે આપવાની લાલચે લોકોને ઠગતી ટોળકીનો આતંક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક ચીટર ઈસમો ફરી રહ્યા છે. એઓ ગ્રામજનો પાસે ટીવી, ફ્રીઝ વગેરે ચીજવસ્તુઓ સસ્તા ભાવે આપવાના નામે 1000 થી 3000ની રકમ એડવાન્સ ઉઘરાવી લીધા બાદ નાસી જાય છે.

સોનગઢ તાલુકાના ઊંડાણના ગામમાં છેલ્લા કેટલાક દિવસથી પરપ્રાંતના લોકો ઇકો જેવી કાર લઈ ફરી રહ્યા છે. આવા લોકો ગામડાઓમાં જઇ જેમને ટીવી, ફ્રીઝ, મોબાઈલ જેવી વસ્તુઓ જોઈતી હોય એમનો સંપર્ક કરે છે. આવી ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ હપ્તેથી આપવાની લાલચ આપી એડવાન્સ હપતા પેટે શરૂઆતમાં 1000 થી 3000 ની રકમ વ્યક્તિ દીઠ ઉઘરાવવામાં આવે છે, અને થોડા દિવસમાં તમને વસ્તુ મળી જશે એવો વિશ્વાસ આપવામાં આવે છે. ગ્રાહકોને ભરોસા બેસાડવા માટે મોબાઈલ નંબર આપવામાં આવે છે. ગ્રાહકો પાસે એડવાન્સ રૂપિયા લીધા બાદ 10/12 દિવસમાં વસ્તુ પહોચાડવાની વાત કરવામાં આવે છે. એક ગામ માંથી આવા 15 થી 20 વ્યક્તિઓ પાસે એડવાન્સ નાણાં લીધા બાદ આવા ચીટરો મોબાઈલ નંબર બંધ કરી ભાગી જતા હોય છે. આમ ગામ દીઠ 20 થી 30 હજારની રકમ એડવાન્સ ઉઘરાવી બાદમાં અન્ય ગામડાઓમાં નવા શિકારની શોધમાં નીકળી જતા હોય છે

છેતરાયેલા લોકો પોલીસ સુધી જતા નથી
આવા બનાવમાં ગ્રાહકો પાસે જે કિંમતની વસ્તુ હોય એના લગભગ 10 % રકમ એડવાન્સ લેવામાં આવતી હોય છે. આ રકમ 1000 થી 3000 જેટલી હોય છે. આવી નાની રકમની છેતરપિંડીને કારણે લોકો પોલીસ સુધી જવાનું ટાળતા હોય છે. આથી ચીટરો ને ફાવતું મળી રહ્યું છે.

આવા લોકો થી સાવધ રહેવાની જરૂર છે
અમારા વિસ્તારમાં પણ આવા ધૂતારાઓ ફરી રહ્યા છે જે સસ્ટી વસ્તુ આપવાના નામે એડવાન્સ રૂપિયા ઉઘરાવી ભાગી જાય છે. લોકો એ આવા કોઈ વ્યક્તિ પર શંકા જાય તો પોલીસને જાણ કરવામાં આવે એ જરૂરી છે. પ્રદીપભાઈ ગામીત, સરપંચ, વાડી ભેંસરોટ, સોનગઢ

અન્ય સમાચારો પણ છે...