ઉંચવાણમાં વરલી મટકાનો જુગાર રમતાં ત્રણ પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉંમરપાડા તાલુકાના ઉંચવાણ ગામે આરઆરસેલે રેડ કરી જાહેરમાં મુંબઈથી નીકળતાં આંક ઉપર વરલી મટકાનો જુગાર રમતા 3 ઈસમોને 14000ના રોકડા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં, જ્યારે 3 ઈસમો ભાગી છૂટતાં પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં. ઉંચવાણ ગામના બજાર ફળિયાની પાછળ ખુલ્લા મેદાનમાં આકંડાનો જુગાર રમાય રહ્યાની બાતમી જિલ્લા પોલીસને મળતાં પોલીસ કમચારીઓની ટીમે રેડ કરતાં સ્થળ પર મંગા દિલીપ વસાવા (રહે. ગોવાટ), નરેશ મણીલાલ ગામીત (રહે. ચીમી પાતલ) મનોજ નટવર વસાવા (રહે. ઉંચવાણ) સહિત 3ને 14000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં, જ્યારે જુગાર રમાડવામા મદદ કરનાર અલ્પેશ શિવાભાઈ વસાવા (રહે. ઉંચવાણ, શિવા મેરજી વસાવા (રહે. ઉંચવાણ), ભગા વસાવા (ઉંચવાણ) ભાગી છૂટતાં તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે.

મદદ કરનાર ત્રણ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર

અન્ય સમાચારો પણ છે...