Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેલવાસ વિસ્તારમાં કચરો વણવા વળી મહિલાઓની ગેગે ત્રણ શટરના
સેલવાસ વિસ્તારમાં કચરો વણવા વળી મહિલાઓની ગેગે ત્રણ શટરના તાળા તોડીયા હતા ચોરી કરતી મહિલાઓ સીસી ટીવીમાં કેદ થઇ હતી
સેલવાસ ઝંડા ચોક ખાતે આવેલ પંડયા ટાવરના બેઝમેન્ટમાં ગત રાત્રીના સવારે 3-21 મિનિટે રોડના કિનારેથી કચરો વણાતી બે જેટલી માહીઓએ ત્રણ દુકાનના શટરના તાળા તોડયા હતા જોકે એમાં એક દુકાનમાં લોન્ડરી છે બીજી માં સ્ક્રીન પ્રિન્ટિંગની અને ત્રીજી દુકાનમાં જનરલ સ્ટોરનું ગોડાઉન છે ચોરી કરવા આવેલ મહિલાઓને અહીંથી કઈ ખાસ હાથ લાગ્યું ન હતું જનરલ સ્ટોરના ગોડાઉનમાંથી થોડા નમકીન અને વેફરના પેકેટ સાથે મસાલા સોડા ઉંચકી ગઈ હતી આ તમામ દૃષ્યો બિલ્ડિંગમાં લાગેલા કેમેરામાં કેદ થયા હતા સવારે 3-21 વાગ્યાના સમયે મહિલા બિલ્ડિંગમાં દાખલ થઇ હતી અને સવારે 4-07 વાગ્યાના સમયે બહાર આવી હતી ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરાયા છે જોકે સીસી ટીવીના ફૂટેજ જોતા સ્પષ્ટ રૂપે દેખાય છેકે મહિલાઓ રોડ કિનારે કચરો વણવાની સાથે ચોરીનું કામ કરે છે આ ઘટના બની રહી હતી એ સમયે પોલીસ પીસીઆર પણ ત્યાંથી પાસ થાય હતી શટરના તાળા તોડી ચોરી કરનાર આ મહિલાઓની ગેંગમાં હજુ બીજી કેટલી મહિલાઓ સામેલ છે એની તપાસ સેલવાસ પોલીસના પીઆઇ કે.બી. મહાજને હાથ ધરી છે.