તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં 12 કરોડ ઉપરાંતના ખર્ચે ત્રણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર ખાતે 12 કરોડ ઉપરાંતના ખર્ચે ત્રણ પ્રકલ્પોની ખાતમહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. રાજ્યનાં કૃષિ, પંચાયત પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 2.40 કરોડના ખર્ચે નિર્મિત તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ તેમજ જીપીસીબીની કચેરી અંદાજીત રૂપિયા ૨.૫૨ કરોડનાં ખર્ચે તૈયાર થશે. તાલુકા સેવા સદન ખાતે 6.88 લાખના ખર્ચે રેવન્યુ સ્ટાફ ક્વોર્ટસનું ખાતમુહર્ત કરાયુ હતું.

અંકલેશ્વર ખાતે આજરોજ રાજ્યસરકાર દ્વારા જીપીસીબીની અંકલેશ્વર પ્રાદેશિક કચેરીની ઔદ્યોગિક વસાહતનાં પ્લોટ નંબર ૫૦૦૯/૪ ખાતે બનનાર 2.40 કરોડ ની નવી અલાયદી કચેરીનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ તાલુકા સેવાસદન બાજુમાં ૬ ,કરોડ ૮૮ લાખ , ૫૬હજાર ઉપરાંતનાં ખર્ચે રેવન્યુ સ્ટાફ ક્વોર્ટસનું નિર્માણ કરવામાં આવશે, જેની ખાતમુહર્ત વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવનિર્મિત તાલુકા પંચાયતની લોકાર્પણ વિધિ પણ કરવામાં આવી હતી. અંદાજિત ૬ ,કરોડ ૮૮ લાખ, ૫૬ હજાર ઉપરાંતનાં ખર્ચે રેવન્યુ સ્ટાફ ક્વોર્ટસનું નિર્માણ કરવામાં આવશે, જેની ખાતમુહર્ત વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત અંકલેશ્વર શહેર ખાતે તાલુકા પંચાયતની નવ નિર્મિત કચેરી અંદાજિત 2.40 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવી હતી જેની લોકાર્પણ વિધિ રાજ્યના કૃષિ, પંચાયત પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર, સહરકાર મંત્રી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવી હતી. અંકલેશ્વરની નવ નિર્મિત તાલુકા તાલુકા પંચાયત કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી ના પટાંગણ ખાતે યોજાયો હતો અદ્યતન તાલુકા પંચાયત કચેરી લોકાર્પણ પ્રસંગે મંત્રી જયદ્રથસિંહ પરમારએ જણાવ્યું હતું કે દરેક ગામની પ્રજાની સુવિધા મળી રહે તે માટે સરકાર નક્કર આયોજન સાથે કામ કરી રહી છે. પ્રજાની સુખાકારી માટે અનેકવિધ વિકાસના કામો પક્ષા-પક્ષી થી ઉપર રહી થઇ રહ્યા છે. તો રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે જનસુખાકારી માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સત્તત પ્રયત્ન શીલ રહી વિકાસમાં કાનોને વેગ આપી રહી છે. અને અનેકવિધ યોજનો વડે કિસાન હોય કે મજુર હોય કે પછી આમ નાગરિક માટે સરકાર નક્કર કામગીરી કરી રહી છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આંગ્રે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ મહેશ પટેલ, તેમજ બી.એસ.પટેલ, સહીત અધિકારીગણ તેમજ આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો