તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરોલીમાં IRBના જવાન પર ત્રણ ઇસમનો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોલી ખાતે આઇઆરબી જવાનને કારમાં સવાર 3 અજાણ્યા ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ગત 15-4-19 ના દિને રાત્રે આઇઆરબી જવાન અબ્દુલ સલામ ટી. અબ્દુલ કાદિર પોતાની બાઈક પર સવાર નરોલી ભાવની માતાના મંદિર નજીકથી પસાર થઇ રહ્યો હતો તે સમયે એક સફેદ રંગની કાર નંબર DN-09-M-0076 જેમાં ત્રણ લોકો સવાર હતા. જેમણે ખોટું સિગ્નલ આપી અચાનક ટર્ન માર્યો હતો. કાર ચાલક નજીક આવતા તેમને અબ્દુલે પુછ્યુ કે, તમે ખોટું સિગ્નલ કેમ આપો છો. એટલું કહેતા કાર ઉભી રાખી એમાંથી ત્રણણેય ઈસમો નીચે ઉતરી અબ્દુલ સાથે ગાળાગાળી કરી મારામારી કરવા લાગ્યા હતા. અબ્દુલને જમીન પર પાડી એને એની હેલ્મેટ લઇ એને જમાણા કોણીમાં જોરદાર માર મારતા ઈજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...