તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાના ડુંગરા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3ને ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા ઘાટા રોડ પર ડુંગરા ગામની સીમમાં પસાર થતા મોટરસાયકલ સાથે એક કાર ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં મોટરસાયકલ પાર સવાર ચાલક સહીત પાછળ બેઠેલ બે મહિલાઓને ઇજા પહોંચતાં તાત્કાલિક વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ગુનો નોંધાવી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બારડોલી તાલુકામાં મઢીના કાંતીફાળીયા ખાતે યાકુબભાઇ મંગાભાઇ ચૌધરી તેના પરિવાર સાથે રહે છે.

ગતરોજ યાકુબભાઇ ગામીત અને નિધિબહેન અને દયાનીબહેન સાથે મોટરસાયકલ નં (GJ-26 R- 0636) લઇને કામકાજ અર્થે વ્યારા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વ્યારા -ઘાટા રોડ પર ડુંગરા ગામની સીમમાં પસાર થઇ રહ્યા તે દરમિયાન સામેથી આવતી ફોર વહીલ ગાડી નં (GJ- 26N- 2414) ના ચાલક દ્વારા સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સાથે અકસ્માત કરી દીધો હતો. જેમાં મોટરસાયકલ પર સવાર યાકુબભાઇ અને નિધિ અને ધ્યનીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બનાવ અંગે આશા બેન દ્વારા કાર ચાલક વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો