તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીના ત્રણ કેમિકલ ઉદ્યોગોએ પુલવામાની ઘટના બાદ પાકિસ્તાનમાં એક્સપોર્ટ બંધ કર્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આંતકવાદી હુમલામાં 44 જવાનો શહીદ થતાં ઉદ્યોગકારો પણ આક્રોશ પાક. સાથે વેપાર-ધંધા બંધ કરી દેવા આગળ આવ્યા
એશિયાની સૌથી મોટી ગણાતી વાપી જીઆઇડીસીના એકમો અમેરિકા, લંડન, જાપાન, કોરિયા, ચીન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં એક્સપોર્ટ થાય છે. બાગ્લાદેશ, પાકિસ્તાન, ઇરાન અને તૂર્કી જેવા મુસ્લિમ દેશોમાં પણ કેટલાક ઉદ્યોગો એક્સપોર્ટ કરે છે.ત્યારે 14 ફેબ્રુઆરીએ પુલવામા સીઆરપીએફના જવાનો પર થયેલાં આંતકવાદી હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થયાં હતાં. ત્યારે વાપીના ત્રણ કેમિકલ ઉદ્યોગોએ પણ આ પહેલમાં જોડાયા છે. આ ઉદ્યોગો ડાઇનો માલ પાક.ખાતે એક્સપોર્ટ કરતાં હતાં. જે હવે પછી ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે અન્ય ઉદ્યોગકારોને પણ સંદેશ આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન આંતકીઓને પ્રોત્સાહન આપી રહ્યું હોવાથી પાક.માં એક્સપોર્ટ બંધ કરવું જોઇએ. સમગ્ર દેશમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વાપીના ઉદ્યોગપતિઓએ પણ પોતાની દેશદાઝની ભાવના રજૂ કરી છે.

દમણ સેલવાસ પારડી ધરમપુર નાનાપોંઢા
એક્સપોર્ટ બંધ થતાં પાક.એ ચીનનો માલ લેવા મજબૂર
ગુજરાત સહિત ભારતથી પાક.માં એક્સપોર્ટ બે સ્થળોએ થાય છે. જેમાં મુંબઇ જેટીથી સમુદ્રમાર્ગે કરાંચી (પાક) માલ મોકલે છે. અમૃતસરથી સમજોતા એકસપ્રેસ મારફતે લાહોર સુધી માલ મોકલવામાં આવતો હતો,હવે ઉદ્યોગકારો એક્સપોર્ટ ન કરે પાક. ભારતની જગ્યાથી ચીનમાંથી માલ લેશે. પરંતુ વાપીના ઉદ્યોગકારોના મતે ચીન અને ભારતની માલની ગુણવત્તા -ભાવમાં અંતર હોય છે.

વેપાર સંબંધ ઉપર બ્રેક| 30 વર્ષના પાકિસ્તાન સાથે સંબંધ હાલ માલ આપવાનું બંધ કર્યું
30 વર્ષથી પાકિસ્તાનના ઉદ્યોગપતિ સાથે સંબંધ ધરાવીએ છીએ, વેપારી સંબંધ મજબુત છે, વર્ષ દરમિયાન લાખો રૂપિયાનો ડાઇઝનો માલ એક્સપોર્ટ કરીએ છીએ, પરંતુ હાલ બંને દેશો વચ્ચે તનાવ કરતાં માલ મોકલવાનું સ્થગિત કરી દીધુ છે. નિતિન શાહ,ઉદ્યોગપતિ, વાપી

હાલ પાકિસ્તાનના બંને ઓર્ડર રદ કરી દીધા
20 વર્ષથી પાક.માં ટરકીસ્ટઝ બ્યુ ડાઇઝ એક્સપોર્ટ કરીએ છીએ . પાક.માં વર્ષ દરમિયાન કુલ 30 લાખનું એક્સપોર્ટ કરીએ છીએ.હાલમાં બે ઓર્ડર રદ કરી એક્સપોર્ટ ન કરવાનો નિર્ણય લીધો છે. પાક.માં ડાઇઝનો ઉપયોગ કલર કરવા માટે ચુનામાં તથા કપડાં રંગવામાં થાય છે. જવાનો શહીદ થતાં હવે એક્સપોર્ટ ન કરવાનો નિર્ણય કર્યો છે. સ્નેહલ દેસાઇ,ઉદ્યોગપતિ,વાપી

ભવિષ્યમાં પણ વેપાર સંબંધ નહીં રાખીએ

વેપાર કરતાં પહેલા દેશપ્રેમ હોય છે. પાક.માં આજે નહી પરંતુ ભવિષ્યમાં માલ એક્સપોર્ટ કરીશું નહી, કારણ કે દેશની રક્ષા કરતાં જવાનો શહીદ થવાની ઘટનાથી અમે પણ આઘાતમાં છીએ. અન્ય ઉદ્યોગકારોને પણ સંદેશ આપીશું છુ કે પાક.માં એક્સપોર્ટ કરવાનું બંધ કરો. છાશવારે થતાં હુમલાથી નિર્ણય લેવાયો છે. ડો.કેયુર શાહ,ઉદ્યોગપતિ,વાપી

ભિલાડ ઉંમરગામ સંજાણ ખેરગામ
દેશપ્રેમ
એક્સપોર્ટ માટે કેટલોગ કે સેમ્પલો ન આપ્યાં
વાપી જીઆઇડીમાં એક નવી કંપની શરૂ કરવા જઇ રહ્યાં છે. ત્યારે એક એજન્ટે પાક.માં એક્સપોર્ટ કરવા માટે કેટલોગ અને સેમ્પલો માગ્યા હતા, પરંતુ તાજેતરની આંતકી ઘટનાના કારણે પાક.માં એક્સપોર્ટ ન કરવાના હોવાથી અમે કેટલોગ કે સેમ્પલો ન આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા દેશપ્રેમ અને પછી વેપાર ધંધા. કૃણાલ ઠાકર,ઉદ્યોગપતિ,વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો