તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાડા ત્રણ કરોડ મંત્ર જાપ સાથે ગ્રહ શાંતી અનુષ્ઠાન સંપન્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીના શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સંઘ મુકામે ચાતુર્માસ પ્રસંગે બીરાજેલા દિવ્ય સાધ્વી ભગવંતોની નિશ્રામાં 1200 થી વધુ શ્રાવક શ્રાવિકાઓની હાજરીમાં ગત રોજ સવારે 6 કલાકથી બારડોલીના વાંદોટ હાઈસ્કૂલ પટાંગણમાં પ્રારંભ કરાયેલું 24 કલાકનું વિશ્વશાંતી અને ગ્રહ શાંતી મંગલકારી અનુષ્ઠાન રવિવારના રોજ સવારે 6 કલાકે સાડાત્રણ કરોડ મંત્ર જાપની સાથે પૂર્ણ કરાયું હતું. સૂર્યોદયના કોમળ કિરણો સાથે પૂર્ણાહુતિના મંગલાચરણ કરતાં વિભીન્ન મંત્રો અને પ્રાર્થના સાથે નવગ્રહ શાંતી હેતુ તીર્થકર અનુષ્ઠાન પાંચ યુગલો દ્વારા સ્થાપિત મંગળ કળશ સાથે શરૂ કરાયું હતું. રવિવારના રોજ તમામ આરાધકોને સમાપન વિધિ કરાવતા સાધ્વી સંયમલતાજીએ હજારો સાધન સુવિધા હોવા છતાં વ્યક્તિને શાંતી મળી શકતી નથી પદાર્થોની પ્રાપ્તિ માટે સાધના જરૂરી હોવાનું જણાવતા તેમણે જપ તપ અને સાધના દ્વારા અશુભ કરમોનો ક્ષય પણ પુણ્ય કર્મનું બંધન થાય છે.

અન્ય સમાચારો પણ છે...