તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મારી વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લો’ કહી મહિલાને જાનથી મારવાની ધમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢના ટીચકીયા ગામે રહેતી એક આદિવાસી સમાજની મહિલાને વડોદરા સાવલીના એક ઈસમે ગત 2019ના જાન્યુઆરી માસમાં પેટ્રોલપંપ માટેની જગ્યા બતાવવાના બહાને કારમાં બેસાડી લઈ બાદમાં એની પાસે બીભત્સ માંગણી કરી એની છેડતી કરી હોવાનો બનાવ નોંધાયો હતો. આ સંદર્ભે જે તે સમયે વ્યારા પોલીસ મથકે આરોપી સામે ગુનો દાખલ થયો હતો. આ ફરિયાદ પાછી ખેંચવા માટે આરોપીએ મહિલા પર દબાણ ઉભું કરી એની અદાવતમાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા સોનગઢ પોલીસ મથકે આરોપી અને તેને મદદ કરનાર ઈસમ સામે મહિલાએ ગુનો નોંધાવ્યો હતો.

સોનગઢ તાલુકાના ટીચકીયા ગામે રહેતા એક મહિલા ગત 2017 ના વર્ષમાં યોજાયેલ ચૂંટણી વખતે એમના પિતાને ટિકિટ જોઈતી હતી. એથી એમની ઓળખાણ સાવલી વડોદરા ખાતે રહેતા દિલિપ ઉર્ફે જયદીપ જોશી સાથે થઇ હતી. આ બાબતે દિલીપ અવારનવાર ટીચકીયા ગામે આવતો હતો. જોકે, એણે ટિકિટ અપાવવાની બાબતે ખોટા સપના જ દેખાડ્યા હતા. ગત જાન્યુઆરી-2019 માં દિલીપે પોતાની સ્કોર્પિયો કારમાં ફરિયાદી બહેનને પેટ્રોલપંપ માટે જગ્યા બતાડવાનું બહાને વ્યારા-વઘઇ રોડ પર લઇ જઈ કારમાં બીભત્સ માંગણી કરી અને છેડતી કરી હતી. આ બાબતે મહિલાએ દિલીપ ઉર્ફે જયદીપ સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. હાલમાં એ જામીન પર બહાર છે. આરોપી એ ગત 6 ઠ્ઠી જાન્યુઆરી 2020થી 10મી સુધી જુદાજુદા મોબાઈલ નંબરથી મહિલા અને તેમના પિતાને‘ તમે મારી વિરુદ્ધ આપેલ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લો નહિ તો તમને જીવવા નહિ દઉં ‘’ એવી ધમકી આપી હતી. એ સાથે જ આરોપીએ મહિલાને બદનામ કરવા અર્થે એના ફોટા વોટ્સએપ પર ફેરવ્યા હતા. એણે મોબાઈલ પર મહિલાની દીકરીને શાળામાંથી ઉપાડી જઈ એની હત્યા કરાવી દઈશ. એવી ધમકી ભર્યો મેસેજ પણ કર્યો હતો. બાદમાં એ ડિલીટ કરી નાખ્યો હતો. ટીચકીયા ગામની મહિલા ઘરની સામે રહેતો ઈસમ આરોપીને સ્થાનિક લેવલથી જાણકારી આપી મદદ કરતો હતો. આ સંદર્ભે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ પાછી ખેંચવાની અદાવતમાં ધમકી આપતા સાવલી જી.વડોદરા ના દિલીપ ઉર્ફે જયદીપ જોષી સામે એટ્રોસિટી એક્ટ અને આઇપીસી મુજબ અને ટીચકિયાના ઈસમ સામે પણ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો