ભૈરવી મૌન સાધના આશ્રમમાં સામૂહિક શ્રાદ્ધમાં હજારો જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકાના ભૈરવી ગામે આવેલા મૌન સાધના આશ્રમમાં અમાવસ્યાના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ અર્થે મૃત થયેલા આત્માઓ માટે પિતૃઓના મોક્ષ માટે બ્રાહ્મણ દ્વારા ક્રિયાકાંડ કરવામાં આવી હતી. જે પરંપરાગત રીતે આશ્રમમાં ઔરંગા કિનારે કાર્યક્રમમાં દોઢ હજારથી વધુ લોકોએ એકસાથે પિતૃ તર્પણ માટે સામૂહિક શ્રાદ્ધની વિધિમાં ભાગ લીધો હતો. આશ્રમના સંચાલક ચેતનભાઈ તેમજ સેવા સમિતિ દ્વારા તમામ ભક્તો માટે ભોજન તેમજ અન્ય વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...