તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાની ખેવના હૈયે ધરાવનારાઓ નાણાંની ઘેલછાથી પર હોય છે.

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સેવાની ખેવના હૈયે ધરાવનારાઓ નાણાંની ઘેલછાથી પર હોય છે. વિદેશની વિખ્યાત હોસ્પિટલમાં બે સપ્તાહની મેળવેલી વિશેષ તાલીમનો લાભ ગરીબ દર્દીઓને મળે એવા શુભઆશય સાથે સરકારી હોસ્પિટલમાં માત્ર સેવાની ભાવના સાથે ગરીબ, આદિવાસી દર્દીઓને વિનામૂલ્યે મોંઘીદાટ સારવાર ઘરઆંગણે મળી રહે તે માટે સ્વખર્ચે અત્યાધુનિક મશીનો વસાવી આ પંક્તિનું ઉત્તમ ઉદાહરણ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ યુવા તબીબ ડો.કૌશલ પટેલે પૂરું પાડ્યું છે. દુનિયામાં સૌથી મોટા કેન્સર તરીકે ગણાઈ રહેલા ગર્ભાશયના મુખના કેન્સર સહિત તમામ સ્ત્રી રોગની સારવાર આ યુવા તબીબ અહીંની સરકારી હોસ્પિટલમાં આપી રહ્યા છે. સરકારી ક્ષેત્રે માત્ર સિવિલ હોસ્પીટલ અને મેડિકલ કોલેજમાં થતી ગર્ભાશયના મુખના કેન્સરની સર્જરી સબ ડિસ્ટ્રીકટ સેન્ટર ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજવતા યુવાન તબીબ ડો.કૌશલ પટેલે કરી રહ્યા છે. આ પ્રકારની સર્જરી માટે જરૂરી ઓપરેશનના સાધનો ઇન્ચાર્જ સુપ્રી.ડો.મનીષ પટેલે સરકારમાંથી ઉપલબ્ધ કરાવી આ સિવાયના મહત્વના સાધનો સ્વખર્ચે વસાવી ખાનગી હોસ્પિટલમાં આશરે રૂપિયા એક લાખથી વધુના ખર્ચની આ સર્જરી યુવા તબીબે કરી માનવતા મહેકાવી છે. ઉપરાંત રૂપિયા 40થી 50 હજારની લેપ્રોસ્કોપીક હિસ્ટેરેકોમી સારવાર પણ નિયમિત આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો