તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેસરા કાવેરી ઉપર બાંધેલો આડબંધ પાણી માટે તરસ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા પાલિકા દ્વારા કાવેરી નદી ઉપર રૂ. 3.36 લાખના ખર્ચે કાચો આડબંધ બનાવવામાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રિયાના કારણે આડબંધ મોડો બંધાયો હતો. આડબંધ મોડો થતાં નદીનું પાણી દરિયામાં વહી ગયું હતું અને નદીના નવા પાણી નહીં આવતા આડબંધમાં પાણી સંગ્રહ થઈ શક્યું નથી, અમે આડબંધ ખાલી જણાઈ રહ્યો છે.

બીલીમોરા નગરપાલિકા દ્વારા દર વર્ષે કાવેરી નદી પર ચોમાસા વીત્યા બાદ પાણીનો સંગ્રહ અર્થે કાચી માટીનો આડબંધ બનાવવામાં આવે છે. આ આડબંધ બનાવવા અર્થે ગત તા. 24.10.2018 ના રોજ હાથ ધરાયેલી પ્રક્રિયા હાથ ધરી હતી. જેનું ટેન્ડર તા. 19.11.2018ના રોજ ખૂલ્યું હતું. જે પ્રક્રિયામાં માત્ર એક જ ટેન્ડર આવતા પાલિકા વિમાસણમાં મુકાઈ હતી. કારણ કે ફરી ટેન્ડર મંગાવવાની પ્રક્રિયામાં સમય વધુ જતો હોય. જેને પગલે પાલિકાએ પોતાની દેખરેખ હેઠળ ખાતામાં કામ કર્યું હતું. ગત તા. 28.11.2018 ના રોજ આડબંધનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં પૂર્ણ કરાયું હતું. 3.8 મીટર જેટલો પહોળો અને 100 મીટર જેટલો લાંબો આ કાચો માટીના આડબંધ બનાવવામાં આવ્યો હતો અને વચ્ચે આડબંધની માટી ધોવાઈ નહીં જાય તે માટે એક કૉન્ક્રીટ નો સ્પીલ ઓવર બનાવવામાં આવ્યો હતો. આડબંધના રૂ. 2.71 લાખ અને સ્પીલ ઓવરના 65 હજારના ખર્ચો થયો હતો.

ચોમાસાની ઋતુમાં 1813 મી.મી.(72.5 ઇંચ) વરસાદ વરસ્યો હતો. જેબાદ આડબંધનું કામ ચેક ડિસેમ્બરમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ જૂન જુલાઈ, ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન વરસાદનું પાણી દરિયામાં વહી ગયું હતું. આડબંધ નો મુખ્ય ઉદ્દેશ દરિયામાં વહી જતું આ પાણીનો સંગ્રહ કરી આસપાસના વિસ્તારના ભૂગર્ભ જલસ્રોતના લેવલ જાળવી રાખવા તેમજ ઉનાળામાં પાણીનો ઉપયોગ થઈ શકે એ હોય છે પરંતુ ચોમાસા બાદ પાણી વહી ગયા બાદ આડબંધ બનાવવામાં આવતા પાણીનો યથા યોગ્ય સંગ્રહ થઈ શક્યો ન હતો. પાણી વહી જવાના કારણે બીલીમોરા પાલિકા સંચાલિત આંતલીયાસ્થિત ઇન્ટેક વેલમાં પાણીનો અભાવ વર્તાઈ રહ્યો છે. હવે નહેરના પાણી આવે તો જ નદીમાં પાણી આવશે, જેને સંગ્રહિત કરી શકાશે. બીલીમોરા પાલિકા પાણી યોજનામાં શહેર ને પાણી પૂરું પાડવા માટે કાવેરી નદીના પટમાં ઇન્ટેકવેલનું પાણી સામેલ છે અને બીજો દેવધા ડેમ પર આવેલ ઇન્ટેક વેલમાંથી પાણી લઈ શહેરને પહોંચાડવામાં આવે છે.

પાલિકા દ્વારા બાંધવામાં આડબંધમાં પાણી સંગ્રહ નહીં થતાં સુકાયો. તસવીર- પ્રબોધ ભીડે

ઉનાળામાં ઉપયોગી થશે
વાઘરેચ ટાયડલ ડેમની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે ટાયડલ ડેમ બન્યા બાદ કાવેરી નદીના આડબંધ નો પ્રશ્ન કાયમ માટે મટી જશે. ટાયડલ ડેમ બન્યા બાદ કાવેરીમાં વિપુલ માત્રામાં જળસંગ્રહ થશે. આ વખતે ટેન્ડરિંગ પ્રક્રિયા માં માત્ર એકજ ટેન્ડર આવતા તેની કામગીરી થોડી લાંબી થવાના કારણે આડબંધ થોડો મોડો થયો હતો. પરંતુ ઉપરથી પાણી છોડાતા નદીના પાણીનો સંગ્રહ થશે. જે ઉનાળા દરમિયાન ઉપયોગી થશે. ભરતભાઇ મિસ્ત્રી, ઈજનેર, પાણી શાખા- નગરપાલિકા, બીલીમોરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો