તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી નગરની 12 કરોડની ભૂગર્ભ ગટર લાઈનનું ત્રીજી વારનું ટેસ્ટિંગ પણ ફેઇલ, 250 મીટરમાં જ 3 ભંગાણ મળ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીયુડીસી દ્વારા નગરમાં 12 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશનથી અંદાજિત સાડાચાર કિમીના અંતરે નાંદિડા ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી ભૂગર્ભ લાઈન કરવામાં આવી હતી. બે વર્ષથી લાઈનની કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં ઉપયોગી બની નથી. બે વર્ષમાં સોમવારે ત્રીજી વખત ટેસ્ટીંગ કરવા મોટર ચાલુ કરતાં અંદાજિત 250 મીટરના અંતરમાં 3 જગ્યાએ લાઈનમાં ભંગાણ પડ્યું છે. પ્લાસ્ટિકના પાઈપ હોવાથી સમસ્યા સર્જાય રહી છે. પંપિંગ સ્ટેશન પર એચટી લાઈન કનેકશન હોય ઉપયોગ વગર બે વર્ષથી પાલિકા વીજ બિલનું કોર્મશીયલ ભાડુભરી રહી છે. 

બારડોલી નગરનું ગંદુ પાણી મીંઢોળ નદીમાં જતું હોવાથી કાયમી અટકાવવા અગઉ સુરતી જકાતનાકાથી નાંદિડાના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી ડીઆઈ પાઈપલાઈન કરવામાં આવી હતી. થોડા સમય કાર્યરત રહ્યા બાદ તેન ગામની સીમમાં ભંગાણ પડ્યું હતું. જોકે, ભંગાણ પહેલા સોસાસયટી બની ગઈ હોવાથી ખોદકામ થઈ શકે તેમ ન હોવાથી લાઈન બંધ કરવી પડી હતી. ત્યારબાદ નગરના પંપિંગ સ્ટેશન થકી નગરનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે. વર્ષ 2014માં ગાંધીનગર જીયુડીસીએ 12 કરોડના ખર્ચે નવી લાઈન મંજૂર કરી એજન્સીને કામ સોંપ્યું હતું. સુરતી જકાતનાકાથી હાઈવેની લાઈનમાં થઈ નાંદિડા ગામથી પાલિકાનો ડિસ્પોઝલ પ્લાન્ટ અંદાજિત સાડાચાર કિમી લાઈનની કામગીરી પૂર્ણ કરતાં લગભગ 3 વર્ષ પૂર્ણ થયા હતાં. લાંબા અંતરે ગંદુ પાણી લઈ જવાનું હોવાથી પંપિંગ સ્ટેશનમાં એચટી લાઈનનું કોર્મશીયલ જોડાણ લેવાની ફરજ પડી હતી. આ જોડાણ લીધા બાદ પાવરનો વપરાશ કરો કે ન કરો પણ 35 હજાર ભાડુ દર માસ ભરવાનું હોય છે. પાલિકા છેલ્લા બે વર્ષથી વીજ જોડાણનું ભાડુ ભરી રહી છે. છતાં લાઈનમાં પાણી બીજા છેડે નીકળી શકતું નથી. બે વર્ષમા એજન્સીએ પહેલી વખત 13 નવેમ્બર 2017માં ટેસ્ટીંગ કયુ હતું. ત્યારે ભંગાણ પડ્યું હતું. રિપેરિંગ કર્યા બાદ તાજેતરમાં એજન્સીને 7મી જાન્યુઆરીમાં સમય મળતા ટેસ્ટિંગ કરતાં ફરી ભંગાણ પડ્યું હતું. જે રિપેરિંગ કરી, સોમવારે ત્રીજી વખત ફરી પંપિંગ સ્ટેશનની મોટર ચાલુ કરતાં જ 250 મીટરના અંતરે જ લાઈનમાં 3 જગ્યા પર ભંગાણ પડ્યું હતું. સાડા ચાર કિમીનું અંતર પ્લાસ્ટિક પાઈપથી કાપવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે. નવી લાઈન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે. જીયુડીસી યોજનાની 12 કરોડની લાઈન ખાડે જઈ રહી છે. વધુમાં નગરજનોના દર માસે વીજલાઈનના રૂપિયા પણ વર્ષ વેડફાય રહ્યાં છે. પાલિકા આ બાબતે યોગ્ય આયોજન કરાવની જરૂર છે.

બારડોલીનું પંપિંગ સ્ટેશન અને જીયુડીસી દ્વારા બનાવવામાં આવેલ લાઈનમાં ભંગાણ.

3 જગ્યા પર ફરી પડ્યા ભંગાણ
ગોલ્ડ ગેસ્ટ હાઉસની સામે

એસટી વર્ક સોપના ગેટની બાજુમા

દ. ગુ. વીજ કંપનીના ગેટની બાજુમાં

પ્લાસ્ટિકની પાઇપ નંખાઇ હોવાથી સમસ્યા
બારડોલી નગરના અંદાજિત 15000 ગટર જોડાણ છે. જેનું ગંદુ પાણી પંપિંગ સ્ટેશનનો થકી ખેંચી સુરતી જકાતના પંપિંગ સ્ટેશનથી નાંદિડાના ડિસ્પોઝલ પ્લાન્ટ લઈ જવા લાઈન કરી છે. પંપિંગ સ્ટેશનમાં 75 હોર્સ પાવરની 8 નંગ મોટર મુકવામાં આવી છે. ટેસ્ટિંગ માટે એક મોટર ચાલુ કરતાં જ ભંગાણનો સિલસિલો બંધ થવાનું નામ લેતી નથી. બીજી મોટર ચાલુ કરતાં શા હાલ થાય એ વિચારવું રહ્યું.

કેબલની કામગીરીમાં ભંગાણ પડ્યું ?
એજન્સીના મત મુજબ રિલાયન્સ કંપનીએ અંડર ગ્રાઉન્ડ કેબલ માટે મશીન ચલાવ્યા હોય, ભૂગર્ભ ગટરલાઈનની પેરેલલ તેમની લાઈન હોવાથી ભંગાણ પડી રહ્યું હોવાનું પાલિકાને કારણ જણાવી રહી છે.

હવે ગેલવેનાઇઝ પાઇપ નાંખવા રજૂઆત
 જીયુડીસીએ બનાવેલ ભૂગર્ભ ગટરલાઈનમાં પ્લાસ્ટિકના પાઈપમાં ટેસ્ટિંગ સમયે ભંગાણ થઈ રહ્યું હોવાથી બાંધકામ વિભાગના અધિકારીએ પ્લાસ્ટિક લાઈનની જગ્યાએ ગેલવેનાઈઝ પાઈપ લાઈન કરવા જીયુડીસીમાં લેખિતમાં રજૂઆત કરી છે. કિરણ ચૌધરી, હાઈડ્રોલીક એન્જિયર, બારડોલી નગરપાલિકા

પ્લાસ્ટિકની લાઇન ચાલે એવી લાગતી નથી
 આ પ્લાસ્ટિકની લાઈન ચાલે એવી જણાતી નથી. બીજી તરફ નાંદિડા પ્લાન્ટ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લન્ટ તૈયાર થઈ રહ્યો હોવાથી બીજી લાઇન કરવા જીયુડીસી ગાંધીનગર ખાતે જાણ કરી છે. રાજેશ પટેલ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકા

પંમ્પિંગ સ્ટેશનથી ડિસ્પોઝલ પ્લાન્ટ સુધીની લાઇન બન્યાના 2 વર્ષ બાદ પણ બિનઉપયોગી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો