તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોર CCTV કેદ થઇ જતા ચોરેલા બકરા ફરી માલીકના ઘરે મુકી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે બકરાની ચોરી કરનાર ઇસમની ચોરી કરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં બકરાના મૂળ માલીકને બકરો પરત મળી ગયો, પરંતુ માલિકે બકરાની ચોરી કરનાર યુવક વિરૂધ્ધ ફરીયાદ આપતા ગુનો નોંધાયો છે.

મોસાલી ગામના મુનાફ મહંમદ માંજરા તા. 8મી ના રોજ કોસંબા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. આ સમયે તેમના ઘરના આંગણામાં બાંધેલ એક સફેદ કલરનો બકરો બપોરના સમયે કોઈક ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો. ત્યાર બાદ બકરાની સોધ ખોળ કરવા ગયા હતા. પરંતુ ગામમાં કોઈ જગ્યાએ બકરાની ભાળ મળી ના હતી. આખરે ફળિયામાં આવેલ મસ્જીદની બહાર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં મોસાલી ગામના મસ્જીદ ફળિયામાં રહેતો સલીમ અયુબ કાગદી પીકઅપ ગાડી GJ-19-એક્સ-5519માં સફેદ કલરના બકરાને મોઢા પર કાળા કલરનું કપડું બાંધીને લઇ જતો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યાર બાદ મહંમદભાઈએ સલીમના ઘરે પહોંચી પોતાના બકરાની માંગણી કરી હતી, ત્યારે સલીમની માતા સાબેરાએ સવાલ કર્યો કે તમારી પાસે શું પુરાવો છે, કે તમારો બકરો અહી છે. આમ કહેતા જ મુનાફ્ભાઈએ સીસીટીવીનું રેકોડિંગ બતાવ્યુ અને ફળિયાના આગેવાનોને પણ આ વાત કરી જેથી આખરે સલીમનો ભાઈ મુનાફ્ભાઈના ઘરે બકરાને મૂકી આવ્યો હતો. પરંતુ સલીમે ચોરી કરી હોવાથી મુનાફ્ભાઈએ માંગરોળ પોલીસ મથકે સલીમ વિરુદ્ધ ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો