તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડી ખડકી હાઇવે પાસે નવરાત્રિ મહોત્સવ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી શહેરમાં કુમારશાળામાં મોટા ગરબાનું આયોજન વર્ષોથી થાય છે, પરંતુ આ વખતે અહી આયોજન કરાયું નથી, પરંતુ ખડકી હાઇવે પર સૌ પ્રથમ વખત નવરાત્રી મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયુ છે. રવિવારથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો. પારડી શહેરમાં ઠેર ઠેર શેરી, સોસાયટી, તેમજ ગ્રામીણ વિસ્તારમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. ખડકી ગામે રેમન્ડ કંપની સામે આવેલાં વિશાળ મેદાનમાં આ વર્ષે પ્રથમ વખત રાસ ગરબા રમઝટનું આયોજન થયુ છે.

નિલેશ પટેલ, શંકરભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, સુમનભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, સતીષ ભાઈ પટેલ, જીતુભાઇ આહિર સહિતના યુવાનો કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. ખૈલાયા ને દોઢિયા રમવા માટે વ્યવસ્થા મેદાન માં જ કરી આપવામાં આવી છે.પાારડી શહેર તથા આજુબાજુના લોકોેને રાસ ગરબાની રમઝટનો લાભ લેવા ગરબા મહોત્સવના આયોજકોએ અખબારયાદીમાં જણાવ્યું છે. જોકે, આ વર્ષે પારડીમાં નવરાત્રિ મહોત્સવમાં કોઇ મોટુ આયોજન ન કરાતા ખેલાયાઓમાં નિરાશા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...