તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનાજ ગામની સીમમાં જુગાર રમતા 3 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના કનાજગામેથી પોલીસે જુગાર રમતા ત્રણ ઇસમો સહિત રૂ. 71,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે એક હિરો હોન્ડા કંપનીની પેશન પ્રો કાળા કલરની મો.સા. ના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઓલપાડ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી, કે કનાજગામની સીમમાં આવેલ નહેરની બાજુમા બાવળાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાય છે. જે બાતમીના આધારે રેડ કરતા ત્રણ ઈસમ પૈકી કિશોર સાકરલાલ સોલંકી (રહે દર્શન સોસાયટી પાલનપુર જકાતનાકા સુરત), ભાઈલાલ ફુલાભાઈ સોલંકી (રહે રાજહંસ રેડીડેન્સી સુભાષ ગાર્ડનની પાછળ જહાંગીરપુરા, સુરત), વિનોદ રમેશ ખરોડીયા (રહે પંચવટી સોસાયટી પાલનપુરગામ, સુરતને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરના રોકડા રૂ. 10,500, અંગ ઝડતીમાંથી રૂ. 10,500 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂ. 5,500 તથા ત્રણ મો.સા. કિંમત રૂ. 45,000 મળી કુલ રૂ. 71, 500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ હિરો હોન્ડાકંપનીની પેશન પ્રો કાળા કલરની મો.સા. (GJ-05KF- 9090)ના ચાલકને વોન્ટેડ જાહેર કરી ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો