પાણીની મુશ્કેલી છે જ, તેમાં વધારો થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીની મુશ્કેલી છે જ, તેમાં વધારો થયો
જલાલપોરના કેટલાક વિસ્તારમાં આમ પણ પાણીની સમસ્યા છે. એક ટાઈમ પાણી પણ પૂરતું ન મળતું હોવાની ફરિયાદ છે અને એ સંદર્ભે નવસારી પાલિકામાં મોરચા પણ આવી રહ્યા છે. આ સ્થિતિ છે ત્યાં વધારામાં સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા શનિવારે પાણીની સમસ્યામાં વધારો થયો હતો.

ભૂવાને 112 કલાક, પાલિકાનો ‘દમ’ કાઢ્યો
નવસારીની રેલવે ફાટકની સામે પશ્ચિમ બાજુએ સોમવારે મધ્યરાત્રિએ માર્ગમાં પડેલા ભૂવાને શનિવારે સાંજે 112 કલાક પૂરા થયા છે છતાં ભૂવાની સમસ્યા પૂર્ણત: હાલ થઈ નથી. સમગ્ર ડ્રેનેજ વિભાગ, માઈનોર વિભાગ, પાણી વિભાગને કામે લગાડાયો છે છતાં ભૂવો 18થી 20 ફૂટ ઉંડો અને પહોળો હોઈ પાલિકાનો ‘દમ’ કાઢ્યો છે. ભૂવામાંથી ડ્રેનેજ, પાણી, બીએસએનએલ, ગેસ વગેરેની અનેક લાઈન જતી હોય આ સેવાને પણ અસર ન થાય તે માટે તકેદારી રાખી કામ કરવું પડતું હોય છે. જોકે મુખ્યત: ડ્રેનેજની જે લાઈન તૂટી હતી તે સમસ્યા આજે હલ થઈ હતી. આમ છતાં સમગ્ર ભૂવાને પૂરવામાં હજુ સમય લાગશે એમ જાણકારો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...