તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગમાં આરોગ્ય વિભાગમાં આઉટસોર્સથી ભાડે રખાતા વાહનોમાં ટેક્સી-મેક્સી પાસિંગ નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગમાં સગર્ભા મહિલાઓ અને બાળકોની યોજનામાં ગેરરીતિ બાદ હવે આઉટસોર્સથી રાખવામાં આવેલા વાહનોમાં પણ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી અંગત કામ માટે વાહનોનો ઉપયોગ કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડાય રહ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગમાં વિવિધ સ્વાસ્થ્ય યોજના હેઠળ આઉટસોર્સથી ભાડે રાખવામાં આવેલા વાહનોનું સરકારી ધારાધોરણ મુજબ ટેક્ષી કે મેક્સિ પાસિંગના વાહનોના બદલે પ્રાઇવેટ પાસિંગના વાહનો રાખી સરકારી ધારાધોરણનો સરેઆમ ભંગ કરાઈ રહ્યાનું જિલ્લા પંચાયત ભવનમાં ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ભાડે લેવાયેલ ખાનગી પાસિંગના વાહનો આરોગ્ય વિભાગમાં સેવા બજાવતા કર્મીઓની જ હોવાનું જાણવા મળ્યું છે. સરકારી ધારાધોરણ મુજબ ટેક્ષી પાસિંગ અને ન્યુ કાર લેવાની જોગવાઈ હોવા છતાં 10 વરસ જૂના ખખડધજ વાહનો ચલાવાય રહ્યા છે. આરોગ્ય વિભાગમાં કુલ 14 વાહનોને બે હજાર કિ.મી.ની મર્યાદામાં રૂ. 24500 દર મહિને ચૂકવવામાં આવે છે. જેમાં પણ આરોગ્ય વિભાગ અને વાહનોના ઇજારો રાખનાર શખ્સ દ્વારા ઓછું ભાડું ચૂકવી ગેરરીતિ આચરાતી હોવાનું જાણવા મળ્યું છે.

સવાલ એ થાય છે કે આરોગ્ય વિભાગમાં આઉટસોર્સથી ભાડે રાખવામાં આવેલા ખાનગી વાહનોને ડાંગમાં કોઈ અકસ્માત કે કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ ગણાશે ?

ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગમા આઉટ સોર્સથી રાખેલા ખાનગી પાસિંગના વાહનો.

તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવશે
જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા આઉટસોર્સથી રાખવામાં આવેલા વાહનોની માહિતી માંગી છે. આ અંગે તપાસ કરી રિપોર્ટ તેમને સોંપવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા મારા અગાઉના અધિકારી દ્વારા થઈ હોય મને તેની ખબર નથી. ડો. સંજય શાહ, આરોગ્ય અધિકારી, ડાંગ જિલ્લા

નિયમો મુજબ ન હોય તો ઇજારો રદ કરવાની સૂચના
આ અંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીનું ધ્યાન દોરતા તેઓએ જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારીને રૂબરૂ બોલાવી આઉટસોર્સથી રાખવામાં આવેલા વાહનોને સરકારી નિયમો મુજબ ન હોય તો ઇજારો રદ કરી કાર્યવાહીની સૂચના આપવામાં આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો