તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનનો કોઈ ભરોસો નથી, પંખીના મેળા જેવું છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજ | કામરેજ જૈન શ્વે.મૂ. પૂ. સંઘમાં પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ અને પૂ.મુનિ પ્રીતદર્શન વિજયજીની પાવન પધરામણી કામરેજ ગામમાં થતા પૂજયોનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતુ. ગામના તમામ ભાવુકજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.કઠોર જૈન સંઘમાંથી પૂજય વિહાર કરીને પૂજયો કામરેજ પધાર્યા હતા.ગહુંલી કરીને પૂજયોનાં અક્ષતથી વઘામણા કરવામાં આવ્યા હતા. પૂજય પંન્યાસ પદ્મદર્શનજી મહારાજ તા.27,28 ફેબ્રુઆરી અહિ સ્થિરતા કરી તા.2,3,4 માર્ચ બૌઘાન જૈન તીર્થમાં સાલગીરી પ્રંસગે ત્રિદિવસીય મહોત્સવમાં નિશ્રા પ્રદાન કરશે.પૂ.પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે ઘર્મસભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, જીવનનો કોઈ ભરોસો નથી.પંખીના મેળા જેવું આ જીવન છે.ગમે ત્યારે પંખીડાઓ પાંખ ફફડાવીને ઉડી જાય છે.મનુષ્યનુ પણ એવું જ છે.આયુષ્યનો કોઈ ભરોસો નથી.તમે જે લાડી, વાડી અને ગાડી વસાવો છો તે એક દિવસ આંખ મીંચાતાની સાથે ધી એન્ડ થઈ જશે. અત્યારે તો તમે જેના માટે પરસેવો પાડો છો એ બધુ અહિ જ પડ્યું રહેવાનું છે. તમારી સાથે પુણ્ય અને પાપના પોટલા જ આવવાના છે. જે સાથે આવવાનુ છે તેની તૈયારી કરો. અદાવતો ઉભી કરીને અદાવતના પગથિયા ચઢવાના બંધ કરો. કોઈપણ વસ્તુનો કદાગ્રહ નહી રાખો. ખોટી પકડના કારણે જીવનમાં સંઘર્ષ અને સંકલેશની હોળીઓ જ સળગે છે. સત્ય માટે પણ ઝઘડા નહીં કરો. સમાધાનવાદી વલણ અપનાવો સમાધાન કરશો તો શાંતિનો અહેસાસ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો