પારડીના સોઢલવાડાગામે નણંદ અને ભાભી વચ્ચે ઝઘડો થઈ રહ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડીના સોઢલવાડાગામે નણંદ અને ભાભી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો જેઓને સમજાવવા પડેલા કાકાને માર મારતા કાકા અને ભત્રીજા તેમાં ઘવાયા હતા. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોધાવી હતી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પારડીના સોઢલવાડાગામે મંદિર ફળિયામાં રમેશભાઈ ભોલાભાઈ નાયકા રહે છે. રવિવારે રાતે તેમના ઘરની બાજુમાં રહેતા તેમના ભાઈની વહુ મધુબેન અને દીકરી સુરેખા કોઈ કારણસર ઝઘડો કરી રહી હતી. જેથી રમેશભાઈ તેમને સમજાવવા ગયા હતા. જ્યાં મધુબેનના પતિ નરેશ ધીરુભાઈ નાયકા અને નરેશના બે સગા ભાઈઓ દિપક અને ગણેશએ કાકા રમેશ સાથે ઝઘડો કર્યો હતો. તમારે અમારા ઝઘડામાં પડવું નહીં જેવી વાતોના મુદ્દે ગાળાગાળી શરૂ થઈ હતી અને એક દમ ઉશ્કેરાટમાં આવી કાકા રમેશ અને તેમના ત્રણ ભત્રીજાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. જેમાં બંને પક્ષથી કાકા રમેશ અને ભત્રીજો ગણેશને માથામાં લાકડું મારતા બંને ગંભીર રીતે ઘવાઇ જવા પામ્યા હતા.

બંનેને સારવાર માટે પારડી રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. રમેશભાઈને ગંભીર ઇજા હોવાથી તેમને વધુ સારવાર માટે વલસાડ ખસેડવામાં આવ્યા છે આ મારા મારીને પગલે બંને પક્ષોએ પારડી પોલીસ મથકે સામસામી ફરિયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...