તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસ ગામના 116 જિંગા તળાવ છે, હું બધા પાસે રૂપિયા લઉં છું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદેસર જીંગા તળાવ બનાવનાર પાસે રોકડ રકમની લાંચ લેવાનો કિસ્સો ટોક ઓફ થી તાલુકો બન્યો છે, ત્યારે એ.સી.બી એ જે ટ્રેપથી બ્રીજેશ પટેલને લાંચ લેતા પકડ્યો તે ઓડિયોમાં સરસનાં 116 ગેરકાયદેસર તળાવવાળા પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હોવાની ચોકાવનારી કબુલાત કરે છે. આટલુંજ નહી પણ તેને બીજા અનેક ગેરકાયદેસર જીંગા તળાવ બનાવનારના નામોની કબુલાત કરતા ચકચાર મચી છે.

ઓલપાડ તાલુકાના સરસ ગામની મહિલા સરપંચનો પતિ બ્રિજેશ પટેલ જેની પાસેથી ગેરકાયદેસર જીંગા તળાવ બનાવવાની વાતે રોકડ રૂપિયા 25,000 ની લાંચ લેતા ઝડપાયો છે, ત્યારે જેની પાસે રૂપિયા માંગવા માટે બ્રીજેશે ફોન પર કરેલી વાતની ઓડિયો ક્લીપ ફરિયાદીએ દિવ્ય ભાસ્કરને આપતા તે ક્લીપમાં કરોડોના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. સરસ ગામની હદમાં સરકારી જમીન પર બિનઅધિકૃત ક્બ્જો કરીને 116 જેટલા ગેરકાયદેસર તળાવો બનાવવામાં આવ્યા હોઈ, તે તમામ પાસે તળાવ દીઠ રૂપિયા લેતો હોવાની પણ તેને કબુલાત કરવા સાથે, ત્યાં કેટલાક ગેરકાયદેસર જીંગા તળાવ બનાવનાર તળાવ માલિકો હરીન સિવા, હિતેશ ખાન્દુકર, મુન્નો, સંકેત, છગન કાકાને નામોની પણ કબુલાત કરી છે.નોધનીય બાબત એ કે બ્રિજેશ તેની સરપંચ પત્નીના બદલામાં પંચાયતનો વહીવટ કરતો હોવાનું પણ તેને રૂપિયા લેવાની બદલામાં રસીદ ન આપવી અને આગામી બે દિવસમાં ગ્રામસભા હોવાની વાત પરથી સાબિત થયું છે.

ફરિયાદી અને બ્રિજેશ સાથેની વાતચીત
બ્રિજેશ પરમ દિવસે ગ્રામસભા છે, પેમેન્ટનું કંઈ કરવું પડશે

- ફરીયાદી તું રસીદ આપ, રસીદ આપે તો સારું પડે

બ્રીજેશ તું એટલું સમજી લે, રસીદ આપતા નથી. તું હરીન સિવા, હિતેશ ખાન્દુકર, મુન્નો, સંકેત, છગન કાકાને પૂછી લે, તે લોકો પૈસા આપે છે.

- ફરીયાદી તું બે એક દિવસ થોભ

બ્રિજેશ તમારે ભાડું આપવું હોય તો, આપો ની તો ના કહી દેવ. હું તળાવ અત્યારે તોડીને ફેકી દેવા

- ફરીયાદી 116 નંગ તળાવ છે, સરસમાં, તું બધા પાસે પૈસા નથી લેતો.

બ્રિજેશ હું બધા પાસે પૈસા લેવ છું, તારે ભાડું આપવું છે, કે નહી તે બોલ

- ફરીયાદી પૈસા આપું તો તળાવ માંગુ ને

બ્રિજેશ તું કાલે પૈસાની આપે તો, પરમ દિવસે તળાવ તોડી કાઢ, પૈસા આપવાની તાકાત ના હોય તો, ગેરકાયદેસર તળાવ નહિ બનાવવાના.

અન્ય સમાચારો પણ છે...