તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાજીપુરામાં ATM તોડી રૂ.17000ની ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે ધ સુરત ડી.કો.-ઓ. બેંકના એટીએમમાંથી ચાદર ઓઢી આવેલા અજાણ્યો શખ્સે રાત્રિના સમયે એટીએમ તોડી રૂ.17000 રોકડની ચોરી કરી પોલીસને પડકાર ફેંકયો છે.

બાજીપુરા ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેંક બાજીપુરા શાખાની બાજુમાં એટીએમ આવેલ છે, જે એટીએમ ધ સુરત ડીસ્ટ્રીકટ કો-ઓપ બેન્કની બાજીપુરા શાખામાંથી ઓપરેટ કરવામાં આવે છે. આ એટીએમની સુરક્ષા માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવેલ નથી. દિવસ દરમિયાન શાખાના સિક્યુરિટીની દેખરેખ હેઠળ એટીએમ રહે છે પરંતુ રાત્રિના સમયે કોઈ સિક્યુરિટી ગાર્ડ એટીએમ હાજર રહેતા નથી. તા. 18 મીના રોજ સવારે બેન્કના કલાર્ક ધર્મેશભાઈ ગામીત બેન્ક પર આવતા એટીએમ તૂટેલું હોવાનું જણાતા ધર્મેશભાઈએ બેન્કના મેનેજર ગણેશભાઈ રમણલાલ પટેલને ટેલિફોનિક જાણ કરી હતી અને આ એટીએમ તોડી લૂંટ થયા અંગેની જાણ વાલોડ પોલીસ સ્ટેશન તથા બેન્કના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. બપોરના સમયે સુરત ડીસ્ટ્રીકટ કો-ઓપ બેન્કના એટીએમ મેનેજર પ્રશાંતભાઈ દેસાઈ બેન્ક પર આવતા પોલીસની હાજરીમાં એટીએમ ચેક કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ એટીએમમાં વધુ રોકડ હોવા છતાં ચોરટાના હાથમાં એટીએમના પર્જ કેસેટમાંથી માત્ર રૂ.17000/- ચોરી થયેલ હોવાનું બહાર આવ્યું હતું. ચોરટાએ એટીએમમાં આવેલા સીસીટીવી કેમેરો પણ તોડી નાખેલ હતો, પરંતુ એટીએમના સીસીટીવી ફૂટેજ રેકોર્ડિંગ ચેક કરતા એટીએમમાંથી રાત્રિના સવા બાર વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચાદર ઓઢીને આવેલ અને લોંખડના સળીયાથી એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરતો સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડ્યો હતો, આ દરમિયાન એટીએમનો સીસીટીવી કેમેરો પણ તોડી ચોરટા નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે ગણે કુમાર રમણલાલ પટેલ બેન્ક મેનેજર બાજીપુરાનાઓએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

સીસીટીવી કેમેરામાં ચોર ચાદર ઓઢીને આવ્યો હોવાનું દેખાયું, એટીએમમાં મોટી રકમ હતી તે બચી ગઇ

એટીએમમાં પ્રવેશ કરનાર ચોર સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડ્યો હતો, જેને કારણે ગુનો ઉકેલવાની શક્યતાઓ વધી છે, આ ચોર પકડાય તો અનેક એટીએમ તોડવાના ગુનાઓ ઉકેલાશે.

ચોરનો ચહેરો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાયો
અન્ય સમાચારો પણ છે...