તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંડોલીયામાં હોટલના કંમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૂપિયા 38.97 લાખના કાપડની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના હિંડોલીયા ગામે હાઇવે પર આવેલ હોટલની કંમ્પાઉન્ડમા વારાણસીથી કાપડના ટાંકા ભરેલી ટ્રકનો ચાલક રાત્રે પાર્ક કરી ઊંઘી ગયો હતો. મધ્યરાત્રીના સમયે એક ટ્રકમાં અજાણ્યા તસ્કરો આવી કાપડ ભરેલી ટ્રકની પાછલ ઊભી રાખી હતી, અને એક તરફનો દરવાજાનો લોક તોડી અંદરથી 95 કાપડના ટાંકા કાઢી તસ્કરો પોતાની ટ્રકમાં ભરી ચોરી ગયા હતા. મળસ્કે ટ્રકનો ચાલક ઊઠ્યા બાદ પાઠળનો દરવાજાનો લોક ખુલ્લો જોતાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. પોલીસને જાણ કરતા સ્થળ પર આવી હોટલના સીસી ફૂટેજ ચેક કરતા ચોરીની ઘટનાક્રમની જાણ થઇ હતી. તસ્કરો 38.97 લાખના કાપડ ચોરી ગયા હતાં.

પોલીસના જણાવ્યા મુજબ સુરતના પૂણા કુંભારિયા ખાતે પંચવટી બંગ્લોઝમાં રહેતા નિરજ કુમાર રાજકુમાર સીંગ આર.કે. ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા. 7મી જુને તેમની ટ્રક નંબર KA 10 AA 7838નો ચાલક લક્ષ્મીકાંત રામબહાદુર યાદવ(રહે, સાંજી, તા.કુરાવ, જી.પ્રયાગરાજ યુપી) વારાણસી ખાતેની આર.કે. ટ્રાન્સ્પોર્ટની ઓફિસથી સાડી તથા શુટ શટીંગના કાપડના 171 પાર્સલ ભરીને સુરત આવવા નીકળ્યો હતો. મીરજાપુર થઇ હનમાના, મનેગાવ, નવાપુર થઇ 13મી જૂને બારડોલીના હીંડોલીયા ગામે નેહાનં. 53 પર આવેલ આનંદ હોટલની ખુલ્લી જગ્યામાં રાત્રે 8:00 વાગ્યે ટ્રક આવી હતી. જેથી ચાલકે ફોન કરી ટ્રાન્સપોર્ટના મેનેજરને જાણ કરી હતી. ત્યારબાદ ચાલક લક્ષ્મીકાંત યાદવ રસોઇ બનાવી જમીને 10 વાગ્યે થોડો આરામ કર્યા બાદ નીકળવાનું વિચારી ટ્રકમાં સુતા ઊંઘ આવી ગઇ હતી. મળસ્કે 3 વાગ્યે ઊઠતા, ટ્રકની પાછળનો ભાગનો દરવાજોનો લોક તૂટેલો જણાયો હતો. તપાસ કરતા અંદરથી કાપડના અડધા ...અનુ.પાના નં.2પાર્સલ ગાયબ હતા, જેથી ચોરી થઇ હોવાનું જાણતા તાત્કાલિક ટ્રાન્સર્પોટના મેનેજરને જાણ કરી હતી. તાત્કાલિક સ્થળ પર આવી પોલીસને જાણ કરી હતી. બારડોલી પોલીસે આવી હોટલના સીસી ફૂટેજ ચેક કરતાં 1:00 વાગ્યાથી 1:45 સમય દરમિયાન અજાણ્યા ઇસમો ટ્રક લઇ આવી, કાપડ ભરેલા પાર્સલ વાળી ટ્રકની પાછળ રીર્વસમાં પાર્ક કરવામાં આવે છે. ત્યાંરબાદ ટ્રકનો પાછળનો દરવાજાનો લોક તોડી અંદરથી કાપડના પાર્સલ ઊતારી તસ્કરોની ટ્રકમાં ભરતા જોવા મળે છે. ત્યાંરબાદ પોણા બે વાગ્યે કાપડના પાર્સલની ચોરી કરી ટ્રક પરત જતી જોવા મળે છે. મેનેજરે અંદર કાપડના પાર્સલની ગણતરી કરતા 171 પાર્સલમાંથી 95 પાર્સલ ઓછા હોવાથી 38,97,716 રૂપિયાના કાપડની ચોરી કરી ગયા હતા. ત્યાંરબાદ ખાનગી રાહે તપાસ કરવા છતાં કોઇ કડી નહિ મળતા આખર રવિવારે બારડોલી પોલીસમાં ફરીયાદ આપતા ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ ટ્રકમાંથી લાખોનું કાપડ ચોરાયું

અન્ય સમાચારો પણ છે...