તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપિયા 100ના દરની 515 નકલી નોટો સાથે કરચેલિયા ગામનો યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કરચેલીયા ગામનો યુવાન પચાસ ટકા કમિશનની લાલચમાં બારડોલીના યુવાન પાસેથી 100 ના દરની ડુપ્લિકેટ નોટો રાખી હતી. શનિવારની રાત્રે 515 ડુપ્લીકેટ નોટો લઇ વતન રાજસ્થાન જવા નીકળ્યો હતો. ત્યારે સુરત એસઓજી,એલસીબી અને પેરોલ-ફર્લો સ્કોર્ડ પોલીસે કડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ કરેલ પૂછતાછમાં આ નોટ બારડોલીના યુવાન ...અનુસંધાન પાના નં. 2

ડુપ્લીકેટ નોટ સાથે પકડાયેલ યુવાન.

એક વર્ષ પહેલા 1000 હજાર ડુપ્લીકેટ નોટ લીધી હતી | કરચેલીયાના રાકેશ શાહે 100ના દરની નકલી નોટો પચાસ ટકા કમિશનની લ્હાયમાં બારડોલીના મિત્ર વિશાલ પાસે લીધી હોવાનું પોલીસને રટણ કરતો હોવાનું જાણવા મળેલ છે. ડિસે-2017માં એક જ વખત 1000 ડુપ્લીકેટ નોટ લીધી હતી. જેમાંથી અડધી બજારમાં ફેરવી હોવાનું અને અડધી બાકી હતી, જે પોતાના વતન રાજસ્થાન ખાતે લઇ જતો હોવાનું જણાવ્યુ હોવાનું પણ જાણવા મળેલ છે.

આ રીતે ડુપ્લીકેટ નોટ હોવાની ઓળખ કરાઇ | રાકેશ શાહ પાસેથી મળેલી 100ના દરની ડુપ્લિકેટની નોટ એફએસએલમાં ચકાસણીમાં નોટમાં ગાંધીજીનો વોટરમાર્ક દેખાતો નથી, ગ્રીન કલરનો આરબીઆઇનો પટ્ટી દેખાતી નથી, નોટનું કાગળ હલકીકક્ષાનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો