તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરસાડામાં ઝઘડામાં ઉશ્કેરાયેલા યુવકે મહિલાના માથામાં દાતરડું મારી દીધું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડા બાર ગામે મંદિર ફળિયામાં રહેતો યુવાન પોતાના ઘરે હતો તે દરમિયાન આવેલ ઈસમે બોલાચાલી કરી દાતરડાથી હુમલો કરી માથુ પોડી નાંખ્યું હતું. અને આજુબાજુના લોકો દોડી આવતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી ભાગી ગયો હતો.

ઘટના અંગે પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અુસાર કલ્પેશભાઈ રાજુભાઈ હળપતિ (28) વરજાખણ ગામે કલરકામ કરવા ગયા હતાં. ત્યાંથી આવી પોતાની પરચુરણ વસ્તુની દુકાને હાજર હતાં.

ત્યારે રાત્રે નવેક વાગ્યે મીનેશભાઈ મુકેશભાઈ ગામીત દુકાને આવ્યો હતો. અને કલ્પેશભાઈના સંબંધી સુરેખાબહેન સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી ઝઘડો કરવાની ના પાડતાં મીનેશભાઈ ફળિયાદીને ઢીકમુક્કીનો માર મારવા લાગેલ અને ઉશ્કેરાઈ જઈને કમરમાં બાંધેલ દાતરડું કાઢી માથાના ભાગે મારી દીધેલ હતું. તથા અપશબ્દો બોલ્યો હતો. આ દરમિયાન આરોપીના પિતા પણ આવી કુહાડી ઉંચકી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોકો દોડી આવતાં બચાવી લીધો હતો. પરંતુ આરોપીઓ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગયા હતાં. આ અંગે ગુનો માંડવી પોલીસમાં નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...