ઉમરઝરમાં યુવતીએ ઝાડ પર ઓઢણી બાંધી ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉંમરપાડા તાલુકાના ઉમરઝર ગામે એક 18 વર્ષિય યુવતીએ કોઈ અગમ્ય કારણસર ખેતરમાં ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરંતુ પંથકમાં ચાલી રહેલી લોકચર્ચા મુજબ પ્રેમ સંબંધમાં મળેલી નિષ્ફળતાના કારણે હતાશ થયેલી યુવતીએ અંતિમ પગલું ભર્યુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઉંમરઝર ગામની અંજનાબહેન રતીલાલભાઈ ચૌધરી (ઉ. વર્ષ 18) તારીખ 13મીના રોજ રાત્રિ દરમિયાન ઘેરથી નીકળી ગઈ હતી, અને રાત્રિ દરમિયાન ઝીણાભાઈ હુડિયાભાઈ વસાવાના ખેતરમાં પહોંચી ગઈ હતી, ખેતરમાં એક ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ત્યારબાદ ઉંમરપાડા પોલીસ મથકમાં યુવતીના પિતા રતિલાલભાઈ મગનભાઈ ચૌધરીએ જાણ કરી હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબજો લઈ અગમ્ય કારણસર આત્મહત્યા કર્યાનો ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...