તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોઈના ઘરે રહેવા આવેલી તરુણીને યુવક ભગાડી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીપારડી ખાતે ફોઈના ઘરે રહેવા માટે આવેલી તરૂણીને ગામમાં રહેતો યુવાન લગ્ન કરવાની લાલચ આપી ભગાવી જતા પોલીસ ફરિયાદ થઈ છે.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા ખાતે રહેતી 17 વર્ષીય તરૂણી ધોરણ 11માં વાલિયા ખાતે અભ્યાસ કરતી હતી. ફ્રેબુઆરીના રોજ તરૂણી ગામમાં જ રહેતા યુવાન સાથે પ્રેમસંબંધ થઈ જતી રહી હતી. એક જ અઠવાડીયામાં આવી ગઈ હતી. તરૂણી ભાગી જતા તરૂણીની સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી ખાતે રહેતી ફોઈ ને બોલાવીને તરૂણી ફોઈના ઘરે રહેવા માટે આવી હતી. હોળીના દિવસે ગામમાં ફોઈની સાથે તરૂણી ગઈ હતી. ત્યાંથી તરૂણી ગૂમ થઈ ગઈ હતી. તરૂણીના પિતાને જાણ કરતા ગામમાં રહેતા યુવાનની તપાસ કરતા તે પણ ન હોવાથી તરૂણીને લઈને જતો રહ્યો હોવાથી કામરેજ પોલીસમાં ફરિયાદ નોંઘાવી હતી.

અન્ય સમાચારો પણ છે...