Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ નગરમાં ફાગ આપવાની ના પાડતા યુવક પર ચપ્પુથી હુમલો કરાયો
સોનગઢના હાથીફળીયા વિસ્તારમાં કેટલાક યુવકો રોડ પર ઉભા રહી હોળી નિમિત્તે ફાગની રકમ ઉઘરાવતા હતા. આ સમયે ત્યાંથી પસાર થતા બાઇકચાલક અને તેના મિત્ર સાથે ફાગ બાબતે ઝગડો થતા ફાગ ઉઘરાવતા ત્રણ લોકોએ એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરતા એને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે બાદ ઘવાયેલા યુવક દ્વારા હુમલો કરનારા 3 ઇસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટના અંગે મળેલ મુજબ સોનગઢના પીપળફળિયામાં રહેતા અને મિસ્ત્રી કામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા સુનિલભાઈ વાઘ ગત દશમીએ બપોરે પોતાના મિત્ર યોગેશભાઈ નિકમ સાથે બાઈક પર બેસી હાથીફળિયામાં થઇ પસાર થઇ રહ્યા હતા. આ સમયે કેટલાક યુવકો આવતા જતા વાહનચાલકો પાસે હોળી નિમિત્તે ફાગ ની રકમ ઉઘરાવી રહ્યા હતા. સુનીલભાઈની બાઈક ને અટકાવી યુવકોએ ફાગ માંગ્યો હતો પરંતુ સુનિલ પાસે ખિસ્સામાં પૈસા ન હોય એણે ફાગ આપ્યો ન હતો. આ બાબતે ઉપસ્થિત યુવકો પૈકીના ત્રણ લોકોએ સુનીલને ગંદી ગાળો આપી ઝગડો કર્યો હતો.
આ સમયે આરોપી અજય ટીનયુ પાડવી અને જાકીર અન્નાએ ફરિયાદી સુનીલને પકડી રાખ્યો હતો જયારે આરોપી અંકુર ટીનયુ પાડવી રહે.હાથીફળીયા એ પોતાના ખિસ્સા માંથી ચપ્પુ કાઢી સુનીલને માથામાં અને ડાબા હાથના ભાગે ઘા મારી દીધા હતા. ઈજાગ્રસ્ત સુનીલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયારે આ બનાવ અંગે પોલીસમાં અંકુર ટીનયુ પાડવી,અજય ટીનયુ પાડવી અને જાકીર અન્ના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ત્રણ યુવકો સામે પોલીસમાં ફરિયાદ