તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 વર્ષ અગાઉ ચોરી કરી યુવકે ફરી હાથ અજમાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ગોકુલવિહાર ટાઉન શીપમાં રહેતા અને પેપીલોન હોટેલની બાજુમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં સીએની ઓફિસ ધરાવતા જીતેંદ્ર રમેશચંદ વર્માએ શનિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આનંદ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમના પિતા કંસ્ટ્રક્શનની ઓફિસ ધરાવે છે. જેઓ 15 દિવસથી વતન રાજસ્થાનમાં હોવાથી સ્ટાફના માણસો ઓફિસ સંભાળે છે. શુક્રવારે રાત્રે પિતાજીની ઓફિસમાં કામ કરતા તેજસે જણાવેલ કે, પિતાજીની ઓફિસનું તાળું કોઇએ ખોલવાનું પ્રયાસ કરેલ છે. જેથી રાત્રિના સમયે તાળું ...અનુસંધાન પાના નં.2

આરોપી પડોશમાં ટ્રાવેલ્સ ચલાવતો
પોલીસ આવતા ઓફિસમાંથી ચોરને બહાર કાઢ્યા બાદ તેની ઓળખ 1 વર્ષ અગાઉ સીએની ઓફિસની બાજુમાં બાલાજી ટ્રાવેલ્સ નામથી ઓફિસ ચલાવતા ચેતન સુભાષ શર્મા રહે.આસ્થા દર્શન એપાર્ટમેન્ટ ખોડીયાર નગર તરીકે થઇ હતી. પિતા સાથે ઓફિસ ચલાવનારા આ ઇસમે કોઇ કારણોસર ઓફિસ બંધ કરી દીધો હતો.

અગાઉ ત્રણ લાખની ચોરી કરી હતી
આરોપી ચેતન સુભાષ શર્માએ દોઢ માસ અગાઉ સીએના પિતાની કંસ્ટ્રક્શન ઓફિસમાં પ્રવેશી રોકડા રૂપિયા પોણા ત્રણ લાખની ચોરી કરી હતી. પરંતુ તે સમયે આ બાબતે તેમણે પોલીસમાં કોઇ ફરિયાદ કરી ન હતી. જોકે ફરીવાર તેણે આ જ ઓફિસને નિશાનો બનાવી ચોરીના પ્રયાસ કરતા રંગેહાથ ઝડપાયો હતો.વાપી ગોકુલવિહાર ટાઉન શીપમાં રહેતા અને પેપીલોન હોટેલની બાજુમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં સીએની ઓફિસ ધરાવતા જીતેંદ્ર રમેશચંદ વર્માએ શનિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આનંદ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમના પિતા કંસ્ટ્રક્શનની ઓફિસ ધરાવે છે. જેઓ 15 દિવસથી વતન રાજસ્થાનમાં હોવાથી સ્ટાફના માણસો ઓફિસ સંભાળે છે. શુક્રવારે રાત્રે પિતાજીની ઓફિસમાં કામ કરતા તેજસે જણાવેલ કે, પિતાજીની ઓફિસનું તાળું કોઇએ ખોલવાનું પ્રયાસ કરેલ છે. જેથી રાત્રિના સમયે તાળું ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...