તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકે ઘેરૈયાના ઢોલ ફાડ્યા, ઠપકો આપ્યો તો એકની ચપ્પુ મારી હત્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાગબારાના સીમઆમલી ગામે હોળીની રાત્રે ઘેરૈયાઓ ઢોલ વગાડતા હતા ત્યારે અચાનક ગામનો યુવક ધસી આવી ચપ્પુ વડે ઢોલના ચામડાં ફાડી નાખ્યા હતાં. તેને ઠપકો આપવા જતાં એક ઘેરૈયાના ગળા પર ચપ્પુ મારી દઇ તેની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી જઇ ફરાર હત્યારાને ઝડપી પાડ્યો હતો.

સાગબારાના સીમઆમલી ગામનો મોવાસિયા જેરમા વસાવા ખેતી કામ કરે છે. તેનો ભાઇ વાડગિયા પરિવાર સાથે રોઝદેવ ગામની સીમના ખેતરમાં રહેતો હતો. છેલ્લા 15 વર્ષથી તેઓ હોળીના તહેવારમાં ઘેરૈયા બને છે. ગામના 15 લોકોએ પણ ઘેરૈયા બનવાની માનતા લીધી હતી. ગત 6 માર્ચે તેઓ દેવમોગરા જઇ બે દિવસ રોકાયા હતાં.

સાગબારા ગામની હોળીમાં ઢોલ વગાડવાનું આમંત્રણ મળતાં સાંજે તમામ 15 જણ પીકઅપ ગાડીમાં બેસી સાગબાર આવ્યા હતાં. હોળી પ્રગટાવતાં ઢોલ વગાડી નાચગાન કર્યા બાદ તેઓ રાત્રે તેમના ગામ સીમઆમલી પરત ફર્યા હતાં. તેઓ મુવારિયા
વસાવાના ઘર પાસે લાઇટના અજવાળે ઢોલ વગાડી નાચતા હતા ત્યારે રાત્રે 9 વાગે ગામનો ભીખા મોતિયા વસાવા ધસી આવી એક પછી એક 2 ઢોલનું ચામડું ચપ્પુ વડે ફાડી નાખ્યું હતું.

વાડગિયાએ ભીખાને કેમ તું ઢોલ ફાડી નાખે છે તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ચપ્પુ વાડગિયાના ગળાના ભાગે મારી દીધું હતું. વાડગિયા લોહીલુહાણ હાલતમાં ફસડાઇ ગયો હતો. યુવકની હત્યાની વાત ગામમાં ફેલાઇ જતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ભીખા વસાવાની ધરપકડ કરી છે.

સાગબારાના સીમઆમલીમાં હોળીની રાત્રે ઢોલ વગાડીને નાચતા ઘેરૈયાઓ પર હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો