તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નની લાલચે બે વાર ભગાડી ગયેલો યુવક સગીરાને લઇ ત્રીજીવાર ભાગી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વરના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી યુવાન ભગાડી ગયો હોવાની ફરિયાદ માતાએ તાલુકા પોલીસ મથકે નોંધાવી છે. સુરતના કાકડવા ઉમરપાડાનો યુવાન બહેનને ત્યાં રહેવા આવ્યો હતો. જ્યાં ફળિયાની 16 વર્ષીય સગીરા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. સગીરાને અગાઉ બેવાર ભગાડી ગયા બાદ ત્રીજીવાર પણ ભગાડી ગયો હતો.

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં બહેનના ઘરે રહેવા આવેલો ગોપીચંદ ઉર્ફે ગોપાલ કિશોર વસાવા આવ્યો હતો. જેને આજ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે આંખ મળી ગયા બાદ પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતો. પ્રેમ સંબંધ હોવાના કારણે યુવક સગીરાને અગાઉ બેવાર લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. પરંતુ પરિવારે સમજાવટ કરતા યુવક સગીરાને પરત આવીને મૂકી ગયો હતો. ફરી ગત 29મી ફેબ્રુઆરીના રોજ સગીરા સાંજે પોતાના ઘર આગળ બેસી રહી હતી. ત્યાં યુવક તેની પાસે આવ્યો હતો અને ફરી લગ્નની લાલચ આપી યુવક સગીરાને ભગાડી ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં ન મળતા અંતે માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉમરપાડાના કાકડવા ગામનો યુવક બહેનને ત્યાં રહેવા આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો