ડાંગરના પુળા નીચે સંતાડેલો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા | આરઆરસેલની ટીમ દ્વારા બાતમી આધારે મહુવા તાલુકાના આંગલધરા ખાતે છાપો માર્યો હતો.તે દરમિયાન તાલુકાના આંગલધરા નિશાળ ફળીયા ખાતેથી ભાતના પુળિયા નીચે સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે ભાતના પૂરા નીચે સંતાડેલ ખોખામાં ભરેલ નંગ 744 બોટલ મળી કુલ 18,800 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે વિદેશી દારૂ સાથે મંજુબેન નાયકાની ધરપકડ કરી હતી જ્યારે જીતુભાઇ રમેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...