તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીતાલી ગામે ઢીંગલા ઢીંગલીના લગ્નનો મેળો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર તાલુકાના જીતાલી અને વાલિયા તાલુકાના દેશાડ ગામે વસતા આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુશાર મેળો યોજવામાં આવ્યો હતો. ઢીંગલા ઢીંગલીના લગ્નનો ભાટીગળ મેળો ભાદરવી અમાસના રોજ યોજાતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આદિવાસી સંસ્કૃતિની પરંપરાગત ઉજાગર કરતા ઢીંગલા ઢીંગલી ના લગ્નનો મેળો યોજાયો હતો. આદિવાસી સંસ્કૃતિ થી રૂબૂરૂ કરાવતા ભાટીગળ મેળાનું આયોજન જીતાલી ગામે હિંદુ-મુસ્લિમ સમાજ દ્વારા ભેગા મળીને કરવામાં આવે છે. ભાદરવી અમાસ અને શનિવારના રોજ યોજાયેલા આ મેળામાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે હિંદુ મુસ્લિમ સમાજ કોમી એખલાસની ભાવના વચ્ચે યોજવામાં આવ્યો હતો જેના હજારોની સંખ્યામાં લોકો એ ભાગ લીધો હતો.

ગામના સરંપચ મહંમદ પાંડોર, ઉપ સરપંચ મહેન્દ્ર વસાવા, આગેવાન મંગલદાસ વસાવા, તેમજ ગ્રામજનો એ મેળો સફર બનવા ભારે જેહેમત ઉઠાવી હતી. વાલિયા તાલુકાના દેસાડ ખાતે પણ પરાંપરાગત મેળો યોજાયો હતો.

જીતાલી ગામ ખાતે યોજવા આવેલ ભાતીગળ ઢીંગલા-ઢીંગલીના મેળામાં ઉમટી પડેલ માનવ મહેરામણ નજરે પડે છે. બીજી તસ્વીરમાં મંદિર ખાતે યોજવામાં આવી રહેલ લગ્નની વિધિ નજરે પડે છે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...