તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલોદ ગામે હેઝાર્ડ વેસ્ટ કેમિકલ છોડવા આવેલા ટેન્કરને ગ્રામજનોએ ઝડપી પાડ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર જીઆઈડીસીમાંથી હાનિકારક કેમિકલ ગેરકાયદે રીતે પાલોદ ગામની સીમમાં કાડી કોતરમાં ખાલી કરવા આવેલ ટેન્કરને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ પોલીસને જાણ કરી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીને અડીને માંગરોળ તાલુકો આવેલ છે. આ જીઆઈડીસીની કેમિકલ ફેક્ટરીમાં બનતાં કેમિકલના હેઝાર્ડ વેસ્ટ બચે છે જે પર્યાવરણ અને માનવજીન માટે અતિખાતરા રૂપ હોય છે. આ ખતરનાક નિકાલ કરવાનો ઘણો ખર્ચાળ હોય છે. જેથી અંકલેશ્વર જીઆઈડીસીની ફેક્ટરીઓ આવા જોખમરૂપ કેમિકલને કેટલાક માફિયાની મદદથી માંગરોળ તાલુકાના ખાડી કોતરમાં ઠાલવે છે. મોટા ભાગે કોસંબાની પાસેથી પસારથતી સિયાલજ ખાડી, પાલોદ ગામની હદમાંથી પસાર થતી કીમ નદી તેમજ ખાડી કોતરમા સ્થાનિક લોકોને મામૂલી રકમની લાલચ આપીને ઝેરી કેમિકલનો નિકાલ કરવામાં આવે છે. ગતરાક્ષીના પાલોદ ગામની હદમાં (GJ-15UU-1733) નંબરની ટેન્કર ઝેરી કેમિકલવાળું પાણી ચોરી છુપીથી ખાલી કરવા માટે આવ્યું હતું. પરંતુ સ્થાનિક લોકોને આશંકા જતાં ટેન્કરને ઊભા રાખી તપાસ હાથ ધરી હતી. જેમાં દુર્ગંધ મારતું અને હાનીકારક કેમિકલ હોવાનું જાણવા મળેલ હતું. ટેન્કરમાં જોખમરૂપ કેમિકલ ભરેલું હોય જે અંગેની જીપીસીબી ઉપરાંત કોસંબા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

આ કેમિકલ ભરેલા ટેન્કરમાંથી જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલના રિઝર્ટ બાદ ટેન્કર માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ જીપીસીબીએ પોલીસને ટેન્કરનો કબજો સોંપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેન્કર અગાઉ પણ કેમિકલના નિકાલમાં ઝડપાઈ ચૂક્યું છે. જેથી સ્થાનિક લોકોમાં આ ગોરખધંધો કરતી ટોળકી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કેમિકલ કઇ કંપનીનું તેની તપાસ
હાનિકારક કેમિકલ ભરેલ ટેન્કર ખાલી કરવા આવ્યું હોવાની જાણ થતાં ગ્રામજનો એકત્ર થઈ ટેન્કર નજીક પહોંચતા ડ્રાઈવર કંડક્ટર ટેન્કર મુકીને ભાગી છૂટ્યા હતાં. હવે પોલીસ તપાસ બાદ કોણ ટેન્કર લઈને આવ્યું હતું, તેમ કઈ કંપનીમાંથી કેમિકલ આવ્યું જે અંગેની વિગતવાર માહિતી જાણવા મળશે.

ખેતીલાયક જમીનનો નાશ
અગાઉ પણ માંગરોળ તાલુકાના અનેક વિસ્તારમાં હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું બાહર આવ્યું હતું. કેટલીક વારતો ફળાઉ જમીનમાં કેમિકલ ભરેલા પોટલ અને ટેન્કરો દ્વારા કેમિકલ છોડી જતાં ખેડૂતોની જમીન બરબાદ થઈ ગયા હોવાના બનાવ નોંધાયા છે.

પાલોદની સીમમાં હેઝાર્ડ વેસ્ટ ખાલી કરવા આવેલું ટેન્કર જેને ગ્રામજનોએ ઝડપી પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો