તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવા ગામે કાર બાબતે છેતરપીંડી કરનાર જંબુસરનો ગઠીયો ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના યુવકની સ્વીફ્ટ કારને જંબુસરના ઈસમોએ ખરીદી કરવાના બહાને ગત 6 સપ્ટેબમર 2019ના રોજ ઠગાય કરી હતી ચેક આપીને ચેક ને બાઉન્સ કરાવી ઠગાયાના મામલા માં પોલીસે 1 ઈસમની ધરપકડ કરી હતી જયારે હજી 2 ઈસમને ફરાર રહેતા તેમને ઝડપી પાડવા કવાયત આરંભી હતી.

અંકલેશ્વરના માંડવા ગામે રહેતા યોગેન્દ્રસિંહ ડોડીયા એ ગત 6 સપ્ટેમ્બર 2019 ના વર્ષમાં પોતાની સ્વીફ્ટ કાર જંબુસરના સરફરાઝ અનવર કાસમ સહીત ત્રણ ઈસમોએ વેચાતી લીધી હતી. કારના માલિક યોગેન્દ્રસિંહને વિશ્વાસમાં લઇ દોઢ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક
બાઉન્સ થતા યોગેન્દ્રસિંહે તપાસ કરતા તેની બોગસ સહી ઓ કરી સાચા તરીકે ઉપયોગ કરી આ સ્વીફ્ટ કાર બીજાના નામે કરી દીધી હતી. યોગેન્દ્રસિંહને વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા
તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધવી હતી. જે અંગે પોલીસે આખરે 6 મહિના પછી જંબુસરના સરફરાઝ અનવર કાસમ નામના ઈસમને ઝડપી પડ્યો હતો. જયારે આ કાર છેતરપિંડી
મામલામાં ઝહીર અબ્બાસખાના રહે જંબુસર તેમજ કરી હમીદ રહીમ શેખ રહે જંબુસરને પણ ઝડપી પાડવા માટેની પોલીસે કવાયત આરંભી હતી.

કારની કિંમતના ચેક આપ્યા હતા, જે બાદમાં બાઉન્સ થતા છેતરાયાની જાણ થઇ

જંબુસરના ભેજાબાજોએ યુવક પાસેથી પાંચ મહિના પહેલા કાર ખરીદી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો