દત્તવાડા ગામે જીપમાં ભરેલા ખેરના લાકડા ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાગબારા તાલુકાના દત્તવાડા ગામે નર્સરી પાસેથી જ જંગલ ચોરીના કાપેલા ખેરના લાકડા ભરેલી મેક્સ જીપ સાગબારા વન વિભાગે ઝડપી પાડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા રેંજના દત્તવાડા ગામે જંગલ ચોરીના લાકડા જીપમાં ભરીને આવનાર છે તેવી બાતમી મળતા નર્મદા નાયબ વન સંરક્ષક તથા નેત્રંગનાં મદદાનીશ વન સંરક્ષકની સુચનાથી જંગલ ખાતાની ટીમ વોચમાં હતી. દત્તવાડા ગામે નર્સરી પાસે નાકાબંધી કરતા મળસ્કે 4:30 કલાકે એક મેક્સ જીપ આવતાં તેને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. વનવિભાગની ટીમને જોઈ જતાં જીપ ચાલક અંધારામાં જ જીપ મુકીને નાસી છૂટ્યો હતો. વન વિભાગની ટીમે સ્થળ પરથી જીપની તલાસી લેતાં તેમાથી ...અનુસંધાન પાના નં.2ખેરના લાકડા મળી આવ્યા હતા. વન વિભાગે જીપ નંબર MH-06-AG-5580 ને સાગબારા રેંજ કચેરી ખાતે લાવી તેની તલાસી લેતાં તેમાંથી ખેરના લાકડા નંગ - ૩૦ (ઘ.મી.૧.૪૨૪) જેની કિંમત રૂપિયા ૫૧૨૬૪ તેમજ મેક્ષ જીપની કિમંત રૂપિયા 1,25,000 મળી કુલ રૂપિયા 1,76,264 નો મુદ્દામાલ ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાધ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...