તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલોડમાં ચપ્પુથી ઘાયલ યુવકે કહ્યું, ‘તેને મારવાનો હુમલાખોરનો ઈરાદો નહોતો’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ ખાતે રામ નવમીની યાત્રા બાદ ભંડારા દરમિયાન ફળિયાના યુવકોની બબાલમાં વચ્ચે પડવાનું પુલફળીયાના યુવકને ભારે પડ્યું, નાના બાળકોની લડાઈમાં સમજાવટ કરવા જનાર પર ચપ્પુ હુલાવી દીધું હતું.

વાલોડ ખાતે શ્રી રામ નવમી મહોત્સવનું આયોજન કરેલ હતું જેમાં યાત્રા બાદ મહા પ્રસાદીનું કાર્યક્રમની ચાલુ હતો તે દરમિયાન પુલ ફળિયાના યુવકો સોમનાથ તથા દિનેશને ત્રણ યુવકો બોલાવવા આવ્યા હતા, અને જણાવેલ કે નદી તરફ આવો પછી તમને બતાવીએ તેમ કહી જતાં સોમનાથ અને દિનેશ તેમની પાછળ ગયા હતા. હુમલાનો ભોગ બનનાર અભિષેક રવિભાઈ જાદવ યુવકઓ નદી તરફ જતા રસ્તા પર તેઓ ઝઘડો ન કરે તે હેતુથી સમજાવટ કરવાના ઇરાદે તે તરફ ગયો હતો. અભિષેક જાદવ મંદિરથી નદી જતાં રોડ પર પહોંચતા દિનેશ અને સોમનાથ સાથે અન્ય યુવકો બોલાચાલી કરતા હતા અને ત્યાં પહોંચી સમજાવટ અભિષેક કરી રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા યુવકોમાંથી એક યુવક પાસે ચપ્પુ હતો. તે ચપ્પુ અભિષેકની નાભિની ઉપરના ભાગે પેટમાં મારી દેતા પેટમાં ઈજાઓ થઇ હતી, ત્યારે ઇજાઓ થતા વાલોડના રાજુભાઈ તથા કિરણભાઈને જાણ થતા સરદાર સ્મારક હોસ્પિટલમાં લઇ ગયા હતા, જેમાં અભિષેકે જણાવ્યું હતું કે હુમલો કરનારને જોવાથી ઓળખે છે અને અભિષેકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે હુમલો કરનારે અચાનક ચપ્પુ મારી દીધું હતું પરંતુ હુમલો કરનારનો તેને મારવાનો કોઈ ચોક્કસ ઈરાદો ન હોવાનું પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું. આ અંગેની તપાસ વાલોડ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ.એ.ડી.ખાંટ કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...