તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવીપારડી ગામ પાસે હાઈવે ક્રોસ કરતા યુવકનું વાહન અડફેટે મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીપારડી નેશનલ હાઈવે નંબર 48 પર કામરેજ સુગરની સામે અમદાવાદ મુંબઈ ટ્રેક પર રોડ ક્રોસ કરતા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે અડફતમાં લેતા મોત નીપજયુ હતુ.

પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ મુળ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કડમાળ ગામના વતની અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી ગામની હદમાં આવેલ કામરેજ સુગરમાં કોલોનીમાં રહી સુગરમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ગમનભાઈ મંગળભાઈ ચૌધરી નાઓ નોકરી કરે છે. તેમની સાથે તેમનોમોટો ભાઈ શુકકરભાઈ (45) પણ રહેતા હતા.

ગુરુવારના રોજ સાંજના નોકરી પર હતા. ત્યારે શુકકરભાઈ સાત કલાકે સુગર કમ્પાઉન્ડમાંથી નીકળી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 રોડ ક્રોસ કરીને જતી વેળા અમદાવાદ તરફથી આવતા અજાણ્યા વાહનના ચાલકે રોડ ક્રોસ કરતા યુવાનને અડફેટમાં લેતા માથામાં શરીરે ગંભીર ઈજા થતા સારવાર માટે 108 માં કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા ફરજ પરના તબીબે મુત જાહેર કરવામાં આવ્યા હતાં. કામરેજ પોલીસને જાણ કરતા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...