તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોંસરીથી બિનવારસી ટ્રકમાં 7.03 લાખનો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા પોલીસે બાતમી આધારે બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના પોંસરી ગામેથી બિનવારસી હાલતમાં પડેલી ટ્રકમાંથી પોલીસે રૂ. 7,03,200નો દારૂ ઝડપી ટ્રક સાથે રૂ. 12,03,700નો મુદ્દામાલ કબજે કરી ટ્રકના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

બીલીમોરા પીએસઆઇ ચૌધરી, કોન્સ્ટેબલ જીજ્ઞેશ કાંતિભાઈ સહિત કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને બાતમી મળેલ કે, બીલીમોરા નજીકના પોંસરી ગામની ખારપાટ વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વલસાડથી બીલીમોરા તરફથી આવતા રોડ તરફ ટ્રક (નં. જીજે-15-યુયુ-8634) રોડની સાઇડ પર પાર્ક કરી છે. જેમાં દારૂ મોટા પ્રમાણમાં છે. બાતમી આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં તપાસ કરતા દારૂની બાટલી નંગ 6720 કિંમત રૂ 7,03,200 મળી આવી હતી. જે બાદ ટ્રકની તલાશી લેતા તેમાંથી ડેશબોર્ડ પાસેથી એક નોકિયા કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તે સાથે પોલીસ રૂ. 5 લાખની ટ્રક (નં. જીજે-15-યુયુ-8634) પણ કબજે લીધી હતી. પોલીસે દારૂ, ટ્રક અને મોબાઈલ મળી રૂ.12,03,700નો મુદ્દામાલ કબજે કરી બીલીમોરા પોલીસે અજાણ્યા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.

બીલીમોરા નજીક પોંસરી ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો એ ટ્રક.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો