તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝંખવાવમાં ઇદે મીલાદ નિમિત્તે જુલુશ નીકળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે જુલુશ કાઢી મુસ્લિમ પરીવારો દ્વારા ઇદે મીલાદની શાંતિ પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના ધર્મગુરુ મહમદ પૈગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઝંખવાવ ગામના મુસ્લીમ સમાજના આગેવાનો ઉપ સરપંચ ગફુરભાઈ મુલતાની,અલ્લારખાભાઇ મુલતાની, બક્ષુભાઈ મુલતાની, મુસ્તાકભાઈ મુલતાની સહિતના આગેવાનોના નેતૃત્વમાં ઝંખવાવ ગામમાં જુલુશ કાઢવામાં આવ્યું હતું. ઝંખવાવ ગામના વિવિધ ફળીયામાં પહોંચતા સ્થાનિક મુસ્લિમ પરીવારો દ્વારા ઠંડા પાણી શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના તમામ ફળીયામાથી જુલુશ શાંતિ પૂર્ણ રીતે પસાર થયું હતું. મુશ્લીમોએ ઘરે-ઘરે જય ઇદે મિલાદની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર માંગરોળ તાલુકામાં ઇદે મિલાદ પર્વની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ આગેવાનોએ ઉજવણી દરમિયાન દેશમાં કોમી એકતા,ભાઈચારો તેમજ શાંતિનું વાતાવરણ બની રહે એ માટે દુવા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...